હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ ઉજવણી અવસરે પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી સહિતના વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ, પોરબંદર ખાતે વિવિધ પરંપરાગત રમતો રમીને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીને ભવ્ય બનાવી હતી.
સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે વહેલી સવારે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.બી. ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર શ્રી જે. બી. વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા સહિતનાં વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓ અને કર્મચારીઓએ રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, આર્ચરી, માટલા ફોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, ગોળા ફેક, ઉંચી કૂદ, ફૂટબોલ સહીત ભમરડા જેવી પરંપરાગત રમતો ઉત્સાહભેર રમવામાં આવી હતી અને જિલ્લાના નાગરિકો રમત ગમત ક્ષેત્રે આગળ આવે તે માટેનો શુભ સંદેશ અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે જે ઉજવણીમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાના નાગરિકોને સહભાગી બનાવીને ભવ્ય રીતે ઉજવણી થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે જે જિલ્લાના યુવાઓ સહિતના લોકોને રમત ગમત તરફ વાળવા માટે પ્રોત્સાહિત કરે છે.
રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ


