પોરબંદર સ્થિત શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજે છેલ્લા ૩૮ વર્ષથી શિક્ષણ, શિસ્ત અને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા કન્યાશિક્ષણમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.હાલમાં ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એમ. એ. (અર્થશાસ્ત્ર) સેમેસ્ટર-૩ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં કોલેજે ૮૭.૦૧% સાથે ઉન્નત અને શ્રેષ્ઠ પરિણામ સર્જ્યું છે.
આ પરિણામમાં ૩૦ વિદ્યાર્થીનીઓ ડિસ્ટિન્કશન સાથે પાસ થઈ છે. જેમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓ (૧ )પરમાર શ્વેતા બેન મનસુખભાઈ ૮૨.૦૦%(૨) પુરોહિત કૃષ્ણા જગદીશભાઈ ૮૦.૦૬% (૩) વડાણીયા રાધિકા બેન દિનેશ ભાઈ ૮૦.૦૦% (૪) બરેજા રોશનીબેન ભીખન ૭૯.૦૪% (૫ ) ઓડેદરા વર્ષાબેન મુરુભાઈ ૭૮.૦૪% વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ પરિણામથી વાલીઓમાં તથા સંસ્થામાં આનંદનો માહોલ વ્યાપી ગયો છે.

ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા દાતા અને અને શિક્ષણ પ્રેમી ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા એ વિદ્યાર્થીને બિરદાવતા જણાવ્યું હતું કે “આજનો યુગ ગોખણપટ્ટી નો નહીં પરંતુ સમજ શક્તિનો છે અને તે વાત આ વિદ્યાર્થિનીઓ એ સાબિત કરી છે. અર્થશાસ્ત્ર એ રાષ્ટ્રના અર્થતંત્રની કરોડરજ્જુ છે.નિયમિત અભ્યાસ, સ્વાધ્યાય અને વાલીઓનું માર્ગદર્શન એજ સફળતાની કુંજી છે.”
ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર ડો. ઈશ્વરલાલ ભરડા એ ઉમેર્યું કે “ઘણું વાંચવા થી કરતાં સહજ રીતે સમજ સાથે પુનરાવર્તન કરવું વધુ મહત્વનું છે. આનંદ અને શોખ સાથે કરેલો અભ્યાસ જીવનમાં સફળતા લાવે છે.”ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. કેતન શાહએ જણાવ્યું કે “અર્થશાસ્ત્ર વિષયમાં કારકિર્દીની અઢળક તકો છે. અમારી વિદ્યાર્થિનીઓ પ્રતિ વર્ષ યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે, તે અમારું ગૌરવ છે.”
વિભાગ અધ્યક્ષ ડો. ભાવના કેશવાલાએ જણાવ્યું કે સંસ્થમા “ક્વોલિફાઈડ સ્ટાફ, આધુનિક સુવિધાઓ અને વાલીઓના સહકારથી જ આ પરિણામ શક્ય બન્યું છે.”કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શ્રીમતી શાંતા બેન ઓડેદરા, જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા સહિત પ્રોફેસરવર્ગ, વાલીઓ અને વિદ્યાર્થિનીઓની હાજરી રહી હતી.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ

