PORBNADAR : સોનાપુર ખાતે સંત ખાનુરામ સાહેબ અને સાધણી માતા સાહેબના મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન અને મૂર્તિ સ્થાપના

0
17
meetarticle

પોરબંદર–રાણાવાવ સમસ્ત સિંધી સમાજ દ્વારા સમસ્ત સિંધી સમાજના ભક્તજનોને જાણ કરવામાં આવી છે કે આગામી તા. ૧-૨-૨૦૨૬ (રવિવાર) ના રોજ પરમ પૂજ્ય સાધણી માતા સાહેબની વરસી નિમિત્તે તથા સોનાપુર ખાતે નવનિર્માણ થયેલ પ. પૂ. સંત ખાનુરામ સાહેબ અને પ. પૂ. માતા સાધણી સાહેબના મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન અને મૂર્તિ સ્થાપના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.


આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમની શરૂઆત સવારે ૭:૩૦ થી ૯:૩૦ કલાક દરમિયાન સોનાપુર ખાતે મંદિર ઉદ્ઘાટન તથા મૂર્તિ સ્થાપન વિધિથી થશે. ત્યારબાદ સિંધુભવન ખાતે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ભજન–કીર્તન અને સત્સંગનું આયોજન રાખવામાં આવ્યું છે. બપોરે ૧૨:૦૦ થી ૧:૦૦ સંતોનું પ્રવચન યોજાશે, ત્યારબાદ ૧:૦૦ વાગ્યે મહાઆરતી તથા પાલવ સાહેબ અને ૧:૩૦ વાગ્યે મહાપ્રસાદ (ભંડારો)નું આયોજન કરવામાં આવ્યું છે.

આ શુભ પ્રસંગે સંતો, મહંતો અને ધાર્મિક આગેવાનો૫. પૂ. સંત ખાનુરામ સાહેબ ના વંશજ એવા સંતગણ માં સંત પવનકુમાર નવલાણી, મીનાબેન પવનકુમાર નવલાણી, સંત ખાનુરામ સાહેબ મંદીર (થલી) -લક્ષ્મીનગર, પોરબંદર ઉપસ્થિત રહી ભક્તજનોને આશીર્વાદ આપશે. આ શુભ અવસર પર સંતો નુ આગમન થશે તેમાં પૂ. શ્યામ રોહેરા – પૂ. ભાભા આયારામ દરબાર, અમદાવાદ,પૂ. કરતાર લાલ ,પૂ. ભાભા જુડીયારામ દરબાર, વંથલી (સોરઠ), પૂ. પ્રકાશલાલ ભાઈસાહેબ – ५. માતા ગ્યાની સાહેબ, સોમનાથ,પૂ. ભાઈ સાહેબ લાલદેવ મસંદ,પૂ. દુઃખ ભંજન દરબાર, બાંટવા,પૂ. મહંત સ્વામી અમરલાલ જીગ્યાસી
પૂ. જેરામ અમરદાસ દરબાર, રાજકોટ,પૂ. ભગવાનદાસ મતલાણી પૂ.હું માતા સરૂપાદેવી દરબાર, માણાવદર, પૂ. ભાઈ સાહેબ જેઠાનંદ – પૂ. તખ્તરામ મંદીર, વંથલી (સોરઠ),પૂ. ભાઈ સાહેબ દિનેશકુમાર – પૂ ગુરુનાનકદેવ દરબાર, પોરબંદર,
જસવિંદર કૌર -ગુરુદ્વારા, એરપોર્ટ, પોરબંદર,પૂ. ડામોમાલ ઠાકુર – પૂ. જુલેલાલસાંઈ ના સેવક, પોરબંદર,પૂ સુરેશકુમાર – પૂ. કબુલભગત, વેરાવલ,પૂ. ભાઈ સાહેબ વિનોદકુમાર કાંજાણી,
પૂ. સંત હજારીમલ ગુરુદ્વારો, બટવા આ પોરબંદર–રાણાવાવ સમસ્ત સિંધી સમાજના વડીલોનું સંતો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે.
ઉપરાંત સમાજ સેવામાં અગ્રણી સંસ્થાઓ એવી (૧) જે સંસ્થા નું એકજ સૂત્ર છે ” માનવ સેવા એજ પ્રભુ સેવા” એવી સંસ્થા શ્રી તિરૂપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પોરબંદર અને (૨) માહી ચેરિટેબલ ટ્રસ્ટ * જીવ માત્ર ની સેવા એજ પ્રભુ સેવા”, પ્રમુખ કમલભાઈ ગોસલિયાના સન્માન તેમજ
કાર્યક્રમમાં
રાજ્ય સરકારના મંત્રીઓ, લોકપ્રિય રાજકીય નેતાઓ, વહીવટી અધિકારીઓ, સામાજિક આગેવાનો તથા વિવિધ સિંધી પંચાયતના પ્રતિનિધિઓ વિશેષ મહેમાન તરીકે માં અર્જુનભાઈ મોઢવાડીયા કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર, રમેશભાઈ ધડુક ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ,બાબુભાઈ બોખીરીય પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર,
ઉપસ્થિત રહેશે
અતિથી વિશેષ મહેમાનોમાં એસ. ડી. ધાનાણી પોરબંદર જીલા કલેકટર , ભગીરથસિંહ જાડેજા પોરબંદર જીલા પોલીસ અધ્યક્ષ,
હસમુખ પ્રજાપતિ મહાનગર પાલિકા ચેરિટી કમિશનર ,બી. બી. ચૌધરી પોરબંદર ડી. ડી. ઓ. ઋતુબેન રાબા પોરબંદર ડી. વાય. એસ. પી., બી. વી. સંચાણીયા મામલતદાર પોરબંદર,ડો. ચેતના બેન તિવારી પોરબંદર જીલા ભાજપ પ્રમુખ,સુશીલકુમાર જી મેડીકલ કોલેજ ડીન,ડો. સુરેશ ગાંધી ડોક્ટર જગતના ભીષ્મપિતામહ,પવનભાઈ શિયાળ(સમસ્ત ગુજરાત ખારવા સમાજ વાણોટ પ્રમુખ) સુનીલભાઈ જેઠવાણી – (નગરપાલિકા પ્રમુખ બાંટવા),
ઘનશ્યામભાઈ ચાંદવાણી – પ્રમુખ સિંધી જનરલ પંચાયત, રાણાવાવ સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવશે.
આ સમગ્ર આયોજન પોરબંદર–રાણાવાવ સમસ્ત સિંધી સમાજ તથા પ. પૂ. સંત ખાનુરામ સાહેબના વંશજોના સહયોગથી ભવ્ય અને ભાવપૂર્ણ રીતે યોજાશે. સમસ્ત સિંધી સમાજના ભક્તજનોને આ પાવન અવસરે પરિવાર સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા વિનંતી કરવામાં આવી છે.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here