પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરના મુખ્ય રસ્તા માટે ૨૨ કરોડ ૩૫ લાખ જેવી માતબર રકમ કુતિયાણાના મુખ્ય રસ્તા માટે રાજ્ય સરકારે રકમ ફાળવતા ધારાસભ્ય અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ એ રાજ્ય સરકારનો આભાર માન્યો છે
કુતિયાણા રણાવાવ વિધાનસભા ક્ષેત્રમાં માં ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ પોતાના વિસ્તારના વિકાસ માટે સતત ચિંતા કરી રહ્યા છે અને પોતાનો મતવિસ્તાર વિકાસથી વંચિત ના રહે એવા તેવા ઉમદા હેતુથી સતત કામો કરી રહ્યા છે
કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારના ધારા સભ્ય કાંધલભાઇ જાડેજા દ્વારા હંમેશાં પોઝિટિવ વિકાસના કામ કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
રાજ્ય સરકારમાં પોતાના વિસ્તાર લોક કલ્યાણકારી કામોની રજૂઆતોના પરિણામે કુતિયાણા મતવિસ્તારના કેટલાય નોન પ્લાન રસ્તાઓ માટે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના અન્વયે કામો મજૂર કરાવેલ છે.
ત્યારે ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજા અને કુતિયાણા નગરપાલિકાના યુવાન ઉપ પ્રમુખ કાનાભાઈ જાડેજાની કુતિયાણાના મેઈન રસ્તા બાબતે કરેલી રજૂઆત ના પગલે રાજ્યના સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કુતિયાણા નગર પાલિકા વિસ્તારના મુખ્ય રસ્તાઓના નવીકરણ માટે રૂપિયા ૨૨ કરોડ અને ૩૫ લાખ મંજુર થયા છે જેમાં સીસી, સ્ટોર્મ, ડ્રેઈન, બોક્સ કલર્વટ,રોડ ફર્નીશિંગ, યુટીવીટી શીફટીંગ, ડાયવર્ઝન વર્ક ની કામગીરી હાથ ધરાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા કુતિયાણા ના મેઈન રસ્તા માટે રકમ મંજુર કરવા બદલ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાનાભાઈ જાડેજાએ માન્ય મુખ્ય મંત્રીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ છે
રિપોર્ટર : વિરમભાઈ કે આગઠ


