ઈડર તાલુકાના કાનપુર ગામે જન્મેલા અને પોતાનું શૈક્ષણિક કારકિર્દી કૃષિ ક્ષેત્રે ઊંડા અભ્યાસ સાથે આગળ ધપાવનાર ડો. અનિલ કુમાર લાલજીભાઈ પટેલે હવે ગામનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં તેઓને આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે “સહ સંશોધન વૈજ્ઞાનિક વર્ગ-૧” તરીકે જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગ વિષયમાં પસંદગી મળવા પામી છે.
ડૉ. અનિલ કુમાર પટેલે કૃષિ ક્ષેત્રે બી.એસસી. એગ્રીકલ્ચર, ત્યારબાદ એમ.એસસી. અને પી.એચ.ડી. સુધીની ઉચ્ચશિક્ષણ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
તેમણે ખાસ કરીને ખેડૂત સમુદાયના હિતમાં પાકોની નવીન જાતો વિકસાવવા અને સુધારણામાં વિશેષ ધ્યાન આપ્યું છે તેમજ વિવિધ જાતો પણ વિકસાવેલ છે. તેમની પસંદગી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ભવિષ્યના કૃષિ વૈજ્ઞાનિક તરીકે ઉત્તમ યોગદાન આપશે એવી ધારણા ધરવામાં આવી રહી છે.
કાનપુર ગામના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનેલ ડો. અનિલ પટેલે પોતાનું અહમ લક્ષ્ય વળી જવાય તેવો સંદેશ આપ્યો આ પ્રસંગે સમગ્ર ગામે આનંદની લાગણી વ્યક્ત કરી છે તથા પરિવારજનો અને સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.
REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર


