પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુ ‘ગ્લોબટ્રોટર’ એવું હંગામી ટાઈટલ ધરાવતી ફિલ્મનાં શૂટિંગ માટે તાન્ઝાનિયા પહોંચી ગયાં છે. આ ફિલ્મનું શૂટિંગ ઈસ્ટ આફ્રિકા તથા સાઉથ આફ્રિકાનાં કેટલાંક લોકેશન્સ પર હાથ ધરાવાનું છે.
પ્રિયંકાએ પોતે અમેરિકાથી કેન્યા ફલાઈટમાં જઈ રહી હોવાની તસવીરો શેર કરી હતી. બીજી તરફ મહેશબાબુની પત્ની નમ્રતા શિરોડકરે ગણેશપૂજાની કેટલીક તસવીરો શેર કરી હતી તેમાં મહેશબાબુ ગેરહાજર જણાયો હતો. બાદમાં સ્પષ્ટતા થઈ હતી કે મહેશબાબુ હાલ આફ્રિકામાં છે.
ફિલ્મ સર્જક એસ એસ રાજામૌલી ફિલ્મનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ પ્રસિદ્ધ સેરેન્ગેટી નેેશનલ પાર્કમાં પણ કરશે. આ ફિલ્મ એક આફ્રિકન એડવેન્ચર કથા પર આધારિત હોવાથી આફ્રિકાનાં લોકેશન્સ પસંદ કરાયાં છે. વાસ્તવમાં ફિલ્મનું શૂટિંગ ગત જુલાઈ માસમાં કેન્યામાં શરુ થવાનું હતું.
પરંતુ, ત્યાં આંતરિક હિંસા ભડકી ઉઠતાં રાજામૌલીએ શૂટિંગ કેન્સલ રાખ્યું હતું. તે પછી રાજામૌલીએ તાન્ઝાનિયામાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું.


