ડભોઇ શહેર જામા મસ્જિદ કડીયાવાડ ખાતે ઈસ્લાહે મુઆશીરા તકરીનો પ્રોગ્રામ રઝાએ કમિટી દ્વારા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ વખત ડભોઇમાં માલેગાંવ મહારાષ્ટ્ર થી પધારેલા સૈયદ અમીનુલ કાદરી સાહબ દ્વારા ડભોઇ શહેરની જુમ્મા મસ્જિદ ખાતે ગત રાત્રીના સમયે તકરીર ના કાર્યક્રમમાં લોકોના કરીબ રહેવા કરતા પહેલા ખુદાના કરીબ બની જાવ પાંચ ટાઈમ નમાજ અદા કરો મોબાઇલ ઇન્ટરનેટમાં ટાઈમ બગાડી આખીરત દોઝખ માં જશો… પરંતુ જન્નતમાં જવાની તૈયારી તો માત્ર પાંચ ટાઈમ નમાજ ની પાબંદી કરો જૂઠ વ્યાજખોરી શરાબ જુગાર જીના ખોરીથી બચો મોહમ્મદ પૈગંમ્બર સાહેબે દરેક મનુષ્ય માટે કઈ રીતના જીવન જીવવું અંગે સંદેશો આપ્યો હતો જેમાં હક અને ઇન્સાફ ની વાત કરવામાં આવી હતી. મોહમ્મદ પેગંમ્બર સાહેબ રહેમ દિલવાલા શાંતિ અને પ્રેમના સંદેશો આપ્યો હતો.
બુરાઈ થી બચવા ખુદાને બંદગી કરવાની અને તેઓને સાદગી પૂર્વક જિંદગી ગુજારી હતી અને જિંદગીભર અલ્લાહની ઈબાદત કરી હતી દુનિયામાં રહેતા તમામ માટે અને અલ્લાહ ને રાજી રાખવા માટે મુસલમાનો એ દુનિયા માટે નહીં પણ અલ્લાહને ખુશ કરવા નમાઝ પઢવી એ મુસલમાનોની પહેચાન છે મોહમ્મદ સાહેબ બતાવેલા રસ્તે ચાલવાની શીખ આપતા ઉપસ્થિત હજારોની સંખ્યામાં લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જુમ્મા મસ્જિદના પેશ ઈમામ અનવર અશરફી એ જણાવ્યું હતું કે સમગ્ર દુનિયામાં ભારતનું નામ ઊંચું રહે તેવી દુઆ કરી હતી્. આ પ્રસંગે સૈયદ વારીસ અલી બાબા વિગેરે સૈયદ સાદાત એ પણ પ્રાસંગિક પ્રવચન તકરીર બયાન કર્યું હતું. આ પ્રસંગે તાલુકા શહેરના પેશ ઈમામો અને ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


