RAJKOT : યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત

0
86
meetarticle

સૌરાષ્ટ્ર યુનિ.  કેમ્પસમાં સરદાર વલ્લભભાઈ સ્પોર્ટસ કોમ્પલેકસમાં હોકી, ફૂટબોલ, વોલીબોલ, એથ્લેટીકસ, સ્વિમિંગ પુલ અને ઈન્ડોર સ્ટેડિયમ સહિતના મેદાનો ખાનગી કંપનીને ડેવલપ કરવા માટે આપવામાં આવનાર હોવાની વિગતો બહાર આવી છે. અલબત આ અંગે આગામી બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠકમાં ફાઈનલ નિર્ણય કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર લાખો રૂા.ના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ  કોમ્પલેકસ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં રૂા. 3 કરોડના ખર્ચે હોકીનું સિન્થેટીક ગ્રાઉન્ડ ઉપરાંત ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન અને વોલીબોલના  આધુનિક ગ્રાઉન્ડ ઉભા કરવામાં આવ્યા છે. અહીં રૂા. 9 કરોડના ખર્ચે ઓલ્મિપિક કક્ષાનો સ્વિમિંગ પુલ ઉભો કરવામાં આવ્યો છે. જુદી-જુદી 19 રમતોના મેદાનો છે પરંતુ કોચ માત્ર 2 છે. મેદાનોની જાળવણી થતી નથી. દરમિયાન ગુજરાતમાં વર્ષ 2029માં વર્લ્ડ પુલીસ ફોર્સ ટુર્નામેન્ટ અને વર્ષ 2036માં ઓલ્મિપિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ગુજરાતના ખેલાડીઓને તૈયાર કરવા માટે દેશના શ્રેષ્ઠ કોચ ફાળવવામાં આવ્યા છે. આ ખેલાડીઓને પ્રક્ટિસ કરવા માટે ગુજરાતના શહેરી વિસ્તારોના મેદાનો મળી રહે તે માટેની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપવામાં આવી છે. આ કંપનીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસના મેદાનોને ડેવલપ  કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કંપનીઓએ મેદાનો ડેવલપ કરવાની દરખાસ્ત યુનિ.ને કરી છે. જેના કારણે યુનિ.ને મેદાનોનું ભાડુ પણ મળશે. મેદાનોનો વિકાસ થશે તેમજ ખેલાડીઓને પ્રેક્ટિસ કરવા માટેની કોચની સુવિધા ઉપલબ્ધ થશે. આ વિગતોને સમર્થન આપી યુનિ.ના કાર્યકારી શારીરિક શિક્ષણ નિયામક હરીશ રાબાએ જણાવ્યું છે કે આ દરખાસ્ત અંગે આગામી બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here