સાર્વજનિક ગણેશોત્સવ રંગ મંચ, સેક્ટર -૨૨ ખાતે ઉજવાઈ રહ્યો છે, ગાંધીનગર ચા રાજા ના આ લોકોત્સવ માં આજ ની શ્રી ગણેશજીની આરતી તથા પૂજામાં આદરણીય શ્રી મુકુલ વાસનિકજી(પૂર્વ મંત્રીશ્રી તથા સાંસદ રાજ્ય સભા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારીશ્રી) સાથે શ્રી અમિતભાઈ ચાવડા ( પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ)સાથે
ઉષા નાયડુજી (પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) શ્રી ભૂપેન્દ્ર મારવી(પ્રભારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) શ્રી લાખાભાઈ ભરવાડ(પૂર્વ ધારાસભ્યશ્રી) શ્રી મોહનસિંહ રાજપૂત(મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ)
શ્રી અરવિંદસિંહ સોલંકી(પ્રમુખ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ) સમિતિ ના આંમત્રણ ને માંન આપી ખાસ પધાર્યા હતા.
શ્રી સાર્વજનીક ગણેશોત્સવ સમિતિ ના અધ્યક્ષ શ્રી નિશિત ભાઈ વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું તેમજ અન્ય જિલ્લા તથા શહેર સમિતિ ના હોદ્દેદારો સાથે અનુસૂચિત સમાજ ના અગ્રણી શ્રી ચીમનભાઈ વિંઝુડા,શ્રી મયુરભાઈ મહેતા, શ્રીમતિ ધર્મિષ્ઠા બેન મકવાણા,શ્રી ગૌતમભાઈ સોલંકી, સાથે શહેર તથા હુસૈની કમિટીના આગેવાન સર્વ શ્રી યુનુસભાઈ પરમાર, શ્રી દરિયાખાન સિપાહી,શ્રી હનીફ શેખ અને ગાંધીનગર નાગરિક કો.ઓ.બેંક ના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસભાઈ) તથા અર્બન કો. ઓપ. બેંક ના ચેરમેન શ્રી ચંદુભાઈ એચ. પટેલ તથા ડિરેક્ટર શ્રી ઉરેનભાઈ એલ.પટેલ, શ્રી સાકાભાઈ જે.પટેલ, શ્રી ભરતભાઇ એન. પટેલ, શ્રી જયંતિ ભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ દ્વારા સૌ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત આદરણીય શ્રી હરેશભાઈ વ્યાસ(પંડિતજી) દ્વારા સ્વ હસ્તે લિખીત ૫૫૦૦૦ ગાયત્રી મંત્ર દાદા ના ચરણો માં અર્પણ કરાયા હતાં
આજના વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગર શહેરની વિવિધ સુપ્રસિદ્ધ સાંસ્કૃતિક સંસ્થાઓ નટરાજ એકેડમી, ઝેડ.આર. ડાન્સ એકેડમી, ઝાઝ ડાન્સ ગ્રુપ, પર્લ ડાન્સ એકેડમી, આકાશ ડાન્સ એકેડમી, લય ડાન્સ એકેડમી, પૂજન ડાન્સ એકેડમી, રંગોલી ફાઉન્ડેશન, સરગમ કાળાવૃંદ, રુદ્ર ડાન્સ એકેડમી તથા એમ.આર.ડી.સી. એકેડમી દ્વારા વૈવિધ્યસભર રંગારંગ “લોકનૃત્યોત્સવ” યોજાયો હતો. સૌ નગરજનો અને મહેમાનો એ આ સુંદર નૃત્યોને ખુબ જ ઉત્સાહપૂર્વક માણ્યા હતા.
આ લોકનૃત્યો દ્વારા ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ અને લોકજીવનની જીવંત છબી મંચ પર પ્રસ્તુત થઈ હતી, જેમાં ક્યારેક ગરબા-ડાંડીયા ના તાલે શ્રોતાઓ ઝૂમી ઊઠ્યા તો ક્યારેક લોકગીતોની મીઠાશથી મંત્રમુગ્ધ બની ગયા હતા. સમગ્ર કાર્યક્રમમાં યુવાનોની ઊર્જા, બાળકોનો નિર્દોષ આનંદ અને કલાકારોની અદભૂત કલાત્મકતા ઝળહળી ઊઠી હતી.
સમિતિ દ્વારા સર્વે સંસ્થાઓના યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો તથા આવી જ રીતે સંસ્કૃતિના પ્રસાર માટે સૌને સતત જોડાયેલા રહેવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આવતી કાલે સવારે ૧૦ કલાકે શ્રી ગણેશ ભગવાનની પૂજા આરતી અને શોભાયાત્રા સેકટર-૨૨ રંગમંચ કરવામાં આવશે ત્યાર બાદ પંચદેવ મંદિર થી સેકટર-૧૭/૨૨ શોપીંગથી ચ-૫ કુવારા સર્કલથી ઈન્દિરા બ્રિજથી સાબરમતી નદીના પટમાં શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.
નિશિત વ્યાસ
અધ્યક્ષ
સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ





