બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે છેક છેવાડાના ગામડાઓમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા અને સતત ખેડૂતોના ખેતરોમાં પાણી ગરકાવ ના કારણે પ્રથમ વરસાદમાં કરેલ વાવણી નિષ્ફળ જતાં અને ખેડૂતોના ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે જોકે ખેડૂતો પણ 2015 થી આ જ સમસ્યા પરિસ્થિતિ સામનો કરી રહ્યા છે ખેડૂતોની પણ માંગ છે કે કાયમી પાણીનો નિકાલ આવે તે જરૂરી છે નહીં તો આવનારા સમયમાં ખેડૂતો પાયમલ થઈ જશે.
વાવ તાલુકાના ભાચલી ગામમાં વરસાદે વિરામ લીધા ને 15 દિવસ બાદ પણ સતત 200 થી વધુ ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીના વહેણ ચાલુ રહેતા તેના કારણે ખેડૂતોએ વાવેલ જુવાર બાજરી ઘાસ દિવેલા કપાસ મગફળી જેવા પાકમાં સતત વધુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પાક નષ્ટ થયો જ્યારે ખેડૂતો ખેતરોમાં વસવાટ કરે છે વધુ વરસાદના કારણે ખેતરોમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે અન્ય જગ્યાએ પશુઓને ખસેડવામાં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ સાથે જ ખેડૂતો 2015 થી આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે 2017 થી ખેડૂતો પોતાની સમસ્યા માટે સરકારમાં કાયમી વરસાદી પાણી નિકાલ આવે તેવી આજીજી કરી રહ્યા છે પરંતુ સરકારમાં બની બેઠેલા નેતાઓ આગેવાનો પદ અધિકારીઓ જાણે ખેડૂતોની તસ્તી પણ ન લેતા હોય તેવા ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે આજે પણ વિકિટ પરિસ્થિતિ નો સામનો ખેડૂતો ભોગવી રહ્યા છે…
ભાચલી ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે 2015 થી રજૂઆત કરીએ છીએ તેમ છતાં આજે પણ અમારે વરસાદી પાણીની જે સમસ્યા છે તેનો કોઈ નિકાલ આવ્યો નથી તેના કારણે અમે ત્રાહિમામ છીએ છે અને અન્ય કંઈ ઉદ્યોગ ના હોવાના કારણે માત્ર ખેતી આધારિત અમારૂ ગુજરાન ચલાવીએ છીએ જો કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય છે અને લગ્ન સિઝનમાં અમારે અમારા દિકરા દીકરીઓએ લગ્ન કરવા હોય તો પણ અમારે પૈસા વ્યાજે લઈ ને લગ્ન કરવાની ફરજ પડી રહી છે જોકે અત્યારે રસ્તામાં વધુ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ભાચલીથી ચાદરવા જે રસ્તામાં રહેતા ખેડૂતો 200 જેટલા ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે અને પશુ બીમાર થાય કે કોઈ ડીલેવરી કે કોઈ વૃદ્ધ બીમાર થાય ત્યારે અમારા માથે મોટો પહાડ પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે કારણકે રસ્તામાં ત્રણ ફૂટ પાણી હોવાના કારણે નહીં તો સાધન આવી શકતા કે નહિ કોઈ જઈ શકતું તેના કારણે અમારે માત્ર એક જ ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે તેથી જો કાયમી પાણીનો નિકાલ થાય અને ભાચલી થી ચાંદરવા ડામર રોડ બને તો 200 ખેડૂતોને જે સમસ્યા છે તે સમસ્યાનો અંત આવે અને અમે કાયમી નિરાંતે અમે ખેતી કરી અમારું ગુજરાત ચલાવી શકીએ પરંતુ અમે છેલ્લા 15 વર્ષથી આવી જ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છીએ અત્યાર વધુ પાણી ભરાઈ જવાથી શાળાએ અભ્યાસ અર્થ શાળાએ મૂકતા બાળકોનો પણ ડર લાગે અમે વિકિટ પરિસ્થિતિ માં અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ અને કોઈ અમારી વાત સરકાર ના સાંભળતા અમે બરબાદ થઈ રહ્યા છીએ સરકાર પાસે આજીજી કરી રહ્યા છીએ કે અમને વહેલી તકે કાયમી વરસાદી પાણી ની સમસ્યા નો નિકાલ લાવી આપે તો અમે દેવાદાર થતા બચીએ ભાચલી થી ચાંદરવા ડામર નવીન બને તો ગામના 200 થી ખેડૂતો ને પીડા રહ્યા છે તેમાંથી મુક્તિ મળે.



