ભરૂચ જિલ્લાના પાંજરોલી ગામમાં રહેતા 27 વર્ષીય પ્રવિણસિંહ કેસરસિંહ ચૌહાણ ગુમ થયા છે. તેઓ મૂળ રાજસ્થાનના બગડ ગામના વતની છે અને હાલ પાંજરોલીમાં રહીને વેપાર કરે છે.
પ્રવિણસિંહ તેમના પરિવારને કોસંબાથી દુકાન માટે સામાન લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. તેઓ કોસંબા નવા બજાર સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ તેઓ ઘરે પાછા ફર્યા નહોતા.
પરિવારજનોએ તેમની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે, પરિવારે કોસંબા પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે ગુમ થવાનો ગુનો નોંધીને પ્રવિણસિંહની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રવિણસિંહને શોધવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
REPOTER : કેતન મહેતા, ભરૂચ


