કમલ હાસન અને રજનીકાન્તને ગેન્ગસ્ટર પર આધારિત ફિલ્મ માટે ઓફર કરવામાં આવી છે. જો બધુ સમૂસુથરું પાર પડશે તો બન્ને દિગ્ગજ અભિનેતા ૪૦ વરસ પછી રૂપેરી પડદા પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં બન્ને જણા પીઢ ગેન્ગસ્ટરના રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, કમલ હાસન અને રજનીકાન્તે છેલ્લે ૧૯૭૯માં સાથે કામ કર્યું હતું.
આ ફિલ્મનું દિગ્દર્શન લોકેશ કનગરાજ દ્રારા કરવામાં આવશે. હાલમાં રિલીઝ થયેલી રજનીકાન્તની ફિલ્મ કુલીનું દિગ્દર્શન પણ લોકેશ કનગરાજનું છે, અને હવે બન્ને ફરી સાથે કામ કરશે. જોકે હજી સુધી સત્તાવાર રીતે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી નથી.
મૂળ આ પ્રોજેક્ટ કોવિડ-૧૯ પહેલા જ શરૂ કરવાની યોજના હતી. પરંતુ સંજોગોને કારણે તેને તેને થંભાવી દેવામાં આવ્યો હતો. હવે ફરીથી આ પ્રોજેક્ટ પર વાતચીતની શરૂઆત થઇ ગઇ છે, અને જલદી જ તેનું શૂટિંગ શરૂ કરવામાં આવશે.
હાલમાંજ લોકેશ કનગરાજ દ્વારા દિગ્દર્શિત રજનીકાન્તની ફિલ્મ કુલી બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે.


