RAJKOT : એઈમ્સમાં AI મોડયુલમાં X-Ray મુકો તો નિદાન કરી આપે

0
62
meetarticle

તબીબી વિજ્ઞાાનમાં અત્યારે અચરજ પમાડતા શોધ – સંશોધન થઈ રહ્યાં છે. ત્યારે રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ (રાજકોટ એઈમ્સ) માં પણ ગત વર્ષથી તબીબી અભ્યાસક્રમમાં નવો અર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.) વિષય ઉમેરવામાં આવ્યો છે. અને હવે એવું મોડયુલ પણ બનાવ્યું છે કે, એકસ-રે મુકવામાં આવે તો રોગ તકલીફનું નિદાન કરીને સારવારમાટેના તારણો પણ કાઢી આપે છે.

રાજકોટ એઈમ્સમાં ચાલુ વર્ષે એમબીબીએસ કોર્સમાં 75 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે વિદ્યાર્થીઓ માટે યુ.જી. ઓરીએન્ટેશન સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં એઈમ્સના પ્રમુખ પદ્મશ્રી ડો. જે.એસ. ટિટીયાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે એકેડેમિક ડીન ડો. સંજય ગુપ્તાએ રાજકોટ એઈમ્સમાં યુજી-પીજી અભ્યાસક્રમો અને તેમાં નવીનતાનો ચિતાર આપ્યો હતો. જયારે અન્ય ફેકલ્ટીના પ્રોફેસરોએ પણ નવા તબીબી છાત્રો સાથે વિચારો મંતવ્યોની આપ-લે કરી હતી.એઈમ્સના ફોરેન્સિક વિભાગના ડો. ઉત્સવ પારેખે જણાવ્યું કે, રાજકોટ એઈમ્સમાં અન્ડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ અભ્યાસમાં ગત વર્ષથી આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સનો વિષય ઉમેરવામાં આવ્યો છે. જેમાં દરેક ફેકલ્ટીના પ્રોફેસર દ્વારા તબીબ વિદ્યાર્થીઓને હેલ્થ કેરમાં એ.આઈ.ના ઉપયોગ અને ફાયદા વિશે અવગત કરાવવામાં આવે છે. જેથી તેઓ ભવિષ્યની ચિકિત્સા પ્રણાલી માટે તૈયાર થશે. આ માટે ખાસ વર્કસોપ પણ આવતા મહિને યોજવામાં આવનાર છે. અત્યારે રાજકોટ એઈમ્સ દ્વારા અદ્યતન એ.આઈ. મોડયુલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે કોઈપણ રોગના નિદાન સારવારનું તારણ કાઢવામાં મદદરૂપ બને છે. જેમ કે, એ મોડયુલમાં કોીપણ દર્દીનો એકસરેએપ્લાય કરવામાં આવે તો એ.આઈ. સિસ્ટમથી સંપૂર્ણ ડાયગ્નોસીસ (નિદાન) કરી આપે છે, અને ાસથે સારવારનું દિશાસૂચન પણ મળી રહે છે. જે તબીબી વિદ્યાર્થીઓને ખુબ મદદરૂપ બને છે. 

નોંધનીય છે કે, હાલ દિલ્હી એઈમ્સ અને દિલ્હી આઈઆઈટી દ્વારા સંયુક્ત રીતે એક્ઝીક્યુટિવ પ્રોગ્રામ ઈન એ.આઈ.ફોર હેલ્થકેર અનેએ.આઈ. હેલ્થકેર એકક્ષલન્સ સેન્ટર પણ કાર્યરત છે, જેવર્તમાન તબીબ વિજ્ઞાાનને નવી દિશા આપે છે. રાજકોટ  એઈમ્સ દ્વારા પણ ભવિષ્યમાં ગાંધીનગર આઈઆઈટી સાથે મળીને  હેલ્થકેરમાં એ.આઈ. ક્ષેત્ર આગળ વધવાની વિચારણા ચાલી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here