કારોડોની ગ્રાન્ટ પાણીમા એક જ એજન્સી ના બંને કામો હોવાની ચર્ચા નબળા કામ ની જવાબદારી કોની કોની રહેમ રાહે લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા ના કામો મા ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો! અધિકારીઓ કેમ મોન? કોન્ટ્રાકટર ઉપર કોના આશિર્વાદ! જનતા પુછે છે સવાલ !

રાજકોટ જીલ્લા ના લોધીકા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના ઉધૌગીક વિસ્તાર ને વેગ મળે તેમજ ગ્રામ્ય વિસ્તારને રોજગાર હેતુ સરકાર દ્વારા ચિભડા થી હરીપર તરવડા રાવકી માખાવડ ને જોડતો રોડ બનાવવા મા આવે છે તે થોડા જ મહિનાઓમાં ટુટી ને બે હાલ જોવા મળી રહેલ છે તો છ માસ પહેલા ખીરસરા પાસે થી રાજકોટ કાલાવડ રોડ ને જોડતો લોધીકા તાલુકા મથક ને જોડતો રોડ જે તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તેમજ શાપર વેરાવળ ઉધૌગીક વિસ્તાર થી લોધીકા મેટોડા જીઆઇડીસી ને જોડતો એક માત્ર મુખ્ય માર્ગ તે પણ ટુક જ સમયમા જમીનની અંદર બેસી ગયેલા જોવા મળી રહેલ છે તો જનતા ના પૈસે બનતા રોડ રસ્તા ના કામો મા મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહેલ છે તો અધિકારીઓ કેમ મોન છે તેવો સવાલો જનતામા ઉઠી રહેલ છે

