RAJKOT : ગોંડલના ભરૂડી પાસે LCB એ આઈસર ટ્રકમાંથી ₹22 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

0
14
meetarticle

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ગોંડલ તાલુકાના ભરૂડી ગામ નજીકથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ આઈસર ટ્રક પર ત્રાટકીને વિદેશી દારૂની નાની-મોટી કુલ ૭,૧૯૩ બોટલોનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. ટ્રક અને દારૂ સહિત કુલ ₹૨૭,૩૩,૯૯૨નો મુદ્દામાલ કબજે કર્યો છે.


​ ​ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં LCBની ટીમે ભરૂડી ગામ પાસે વોચ ગોઠવી રાજકોટથી જૂનાગઢ તરફ જઈ રહેલા આઈસર ટ્રક (નં. GJ-21-V-0767) ને અટકાવ્યો હતો. ટ્રકની તલાશી લેતા અંદર પૂંઠાના બોક્સ અને શીટની આડમાં સંતાડવામાં આવેલી ₹૨૨,૧૩,૪૯૨ની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક સુભાષ બીરબલભાઈ સારણ (રહે. જાલોર, રાજસ્થાન) ને દબોચી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ જથ્થો બાડમેરના કલ્પેશ હાંકા (બીરનોઈ) એ મોકલ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે મોબાઈલ, રોકડ અને વાહન સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર અજ્ઞાત શખ્સને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here