RAJKOT : જંગલેશ્વર ડિમોલિશન મામલે હિયરિંગમાં 364 પરિવારો આવ્યા નહીં

0
54
meetarticle

 રાજકોટમાં આજી નદીના કિનારે આવેલા જંગલેશ્વર વિસ્તારમાં સંભવતઃ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ડિમોલિશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે, જેમાં આજે વધુ ૫૪૦ પરિવારોનું હિયરિંગ થયું હતું, પણ માત્ર ૨૫૦ પરિવારો જ આવ્યા હતા. જો કે, હજુ કોઈ પરિવાર નક્કર આધાર-પુરાવા રજૂ કરવામાં સફળ રહ્યો નથી. હવે આવતીકાલે બુધવારે અંતિમ દિવસે આખરી ૨૫૦ પરિવારોને સાંભળ્યા બાદ ત્રણેય દિવસ ગેરહાજર રહેનાર તમામ પરિવારોને વધુ એક નોટિસ મોકલવામાં આવશે.

રાજકોટની મધ્યમાં જ આજી નદીના કાંઠા નજીક જંગલેશ્વર અને ન્યુ સાગર સોસાયટી સહિતના વિસ્તારના ૧૩૮૦ જેટલા પરિવારોને સરકારી જમીન પર ગેરકાયદે રહેતા હોવાની નોટિસ ફટકારીને જરૂરી આધાર-પુરાવા રજૂ કરવા સુચના આપવામાં આવી  છે. આ સાથે ગઈકાલથી તમામ પરિવારોને તેમની પોતાની જગ્યા હોય તો આધાર-પૂરાવા રજૂ કરવાની નિયમો અનુસાર તક આપવામાં આવી છે. જેમાં ગઈકાલે સોમવારે પ્રથમ દિવસે ૫૯૦ પરિવારોને બોલાવાયા હતા, જેમાં ૪૧૬ હાજર રહ્યા બાદ આજે બીજા દિવસે મંગળવારે વધુ ૫૪૦ પરિવારો માટે હિયરીંગ યોજાયું હતું, જેમાં માત્ર ૨૫૦ પરિવારો આવ્યા હતા અને મોટાભાગના પરિવારોએ મનપાના વેરા બિલ અને પીજીવીસીએલના લાઈટ બિલ રજૂ કર્યા હતા. અમુક લોકોએ બીજા કોઈ પાસેથી મકાન ખરીદ કર્યું હોય, તેના સ્ટેમ્પ પેપર પરના લખાણ રજૂ કર્યા હતા. જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે મામલતદાર નીલેશ અજમેરાએ જણાવ્યું કે, જંગલેશ્વર સહિતના વિસ્તારમાં ૧૩૮૦ મકાનધારકોને એ મિલકત તેમની હોવાના આધાર-પૂરાવા રજૂ કરવા નોટિસ અપાઈ હતી, જે અન્વયે ગઈકાલથી શરુ થયેલા હીયરીંગમાં બે દિવસમાં ૧૦૩૦ પરિવારોને બોલાવવામાં આવ્યા હતા, પણ ૬૬૬ પરિવારો જ આવ્યા છે. જેમની રજૂઆતો સાંભળવામાં આવી છે અને વેરાબિલ, લાઈટબિલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા પુરાવા લેવામાં આવ્યા છે. હજુ આવતીકાલે આખરી ૨૫૦ પરિવારોને હિયરિંગમાં બોલાવ્યા છે. બાદમાં ત્રણેય દિવસ દરમિયાન ગેરહાજર રહ્યા હોય એવા પરિવારોને વધુ એક નોટિસ આપીને મિલકતના આધાર-પુરાવા સાથે રજૂઆત કરવાની તક આપવામાં આવશે. બીજી તરફ જેટલા પરિવારો આવ્યા છે, તેમની રજૂઆત અને પુરાવાની સમીક્ષા શરૂ કરવામાં આવશે.

હિયરીંગની પ્રક્રિયામાં આજે અંતિમ દિવસે કેટલા આવશે ?
તારીખહાજરગેરહાજરકુલ
તા.૨૯૪૧૬૧૭૪૫૯૦
તા.૩૦૨૫૦૨૯૦૫૪૦
તા.૩૧–?––?–૨૫૦
કુલ૬૬૬૪૬૪૧૩૮૦
meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here