RAJKOT : જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી પર થયેલા અત્યાચાર મામલે ‘હુમન રાઇટ્સ ફેડરેશન’ (USA) દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરાઈ.

0
10
meetarticle

નવાગઢ વિસ્તારમાં ૫ વર્ષની માસૂમ બાળકી પર થયેલા અમાનવીય દુષ્કર્મની ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે ‘હુમન રાઇટ્સ ફેડરેશન’ (USA) દ્વારા આજે જેતપુરના નાયબ મામલતદારશ્રીને રૂબરૂમાં આવેદનપત્ર પાઠવી આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.

​મુખ્ય રજૂઆતો અને નકલ રવાના:
​ન્યાયની માંગ: આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે ૫ વર્ષની બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમ જીતુ ભોજાણીને ફાંસીની સજા અપાય અને સ્પેશિયલ પ્રોસીક્યુટરની નિમણૂક કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે.

​ઉચ્ચ સ્તરે રજૂઆત: આ કેસની ગંભીરતાને જોતા, આવેદનપત્રની નકલ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલને નકલ રવાના (CC) કરવામાં આવી છે.

​છટકબારી રોકવા અપીલ: આરોપી પોતાની દિવ્યાંગતાનો ખોટો ફાયદો ઉઠાવી કાયદાની પકડમાંથી છટકી ન જાય તે માટે પોલીસ પ્રશાસનને સતર્ક રહેવા સંસ્થાએ તાકીદ કરી છે.

​આ પ્રસંગે હુમન રાઇટ્સ ફેડરેશન (USA) ના આંતરરાષ્ટ્રીય મહિલા મોરચાના સુપ્રીમ લીડર કાજલબેન વાળા, જેતપુર તાલુકા ઉપપ્રમુખ મોદન મુકતારભાઈ વિનયકાન્ત વાળ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સંસ્થાના હરિ સેવક મહેન્દ્ર આયલાણી દ્વારા જણાવાયું છે કે જરૂર પડશે તો આ મુદ્દે રસ્તા પર ઉતરીને આંદોલન કરતા પણ સંસ્થા અચકાશે નહીં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here