RAJKOT : જેતપુર તત્કાલ ચોકડી ગ્રીન સીટી યશોદા નગર ખાતે સલોના વલ્ડ ટ્રેડલીંક નામની પેઢીમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

0
15
meetarticle

જેતપુર, તત્કાલ ચોકડી, ગ્રીન સીટી, યશોદા નગર-એ ખાતે સલોના વલ્ડ ટ્રેડલીંક નામની ફાઇબરના પતરા તથા ફાઇબરના પોલ તથા ફાઇબરના ગમલા (પોટ) જેવી એફ.આર.પી. આઈટમોની મેન્યુફેક્ચરીંગ કરતી પેઢીની દુકાનોમાંથી ગઇ તારીખ ૦૨/૦૨/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ થી તારીખ ૦૩/૦૨/૨૦૨૬ ના કલાક ૧૨/૩૦ દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે આ કામના ફરીયાદીની દુકાનોમાંથી એફ.આર.પી. નો સામાન કુલ કિ.રૂ. ૯૦,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરેલ હોઇ જે અંગે ઘરફોડ ચોરીનો ગુનો અજાણ્યા ઇસમ વિરૂદ્ધ રજી. થયેલ હતો.

આ ગુનાની ગંભીરતા ધ્યાને રાખી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્રારા તાત્કાલીક ગુન્હો શોધી કાઢી, આરોપીને મુદ્દામાલ સહીત પકડી પાડવા સુચના આપેલ હોઇ જેથી જેતપુર ડીવીઝન, જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા ના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર, ડો.એમ.એમ.ઠાકોર ની સુચના મુજબ સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.ડી.મેતા સર્વેલન્સ ટીમ સાથે અલગ અલગ ટીમો બનાવી, હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સ તથા બનાવવાળીની જગ્યાની આસપાસના સીસીટીવી ચેક કરી, આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન પો.હેડ કોન્સ. અજયભાઈ રાઠોડ તથા પો.કોન્સ. ચેતનભાઈ ઠાકોર ને મળેલ ખાનગી હકીકત આધારે, આરોપી અભિષેક રમાપતી વર્મા, રહે. હાલ જલારામ નગર-૩, જેતપુર મુળ રહે. પાલીપટી, ૦૫ ચાંદપુર ગુવાન, તા.ટાંડા, જી.આંબેડકર નગર ઉત્તરપ્રદેશ વાળાને જેતપુર, રાજકોટ-પોરબંદર હાઇવે, શિવશક્તિ સર્વીસ સ્ટેશન પાછળ આવેલ પતરાના સેડના ગોડાઉનમાંથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી, સદરહું અનડીટેક્ટ ગુનો શોધી કાઢી, ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી ધોરણસર અટક કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી અભિષેક રમાપતી વર્મા, ઉ.વ.-૨૭, ધંધો-મજુરી, રહે. હાલ જલારામ નગર-૩, ધોરાજી રોડ, જેતપુર મુળ રહે. પાલીપટી, ૦૫ ચાંદપુર ગુવાન, તા.ટાંડા, જી.આંબેડકર નગર ઉત્તરપ્રદેશ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કબ્જે કરેલ મુદામાલ (૧) ફાઇબર પતરા ૩.૬*૧૦ ની સાઇઝના આશરે નંગ-૨૫ કિ.રૂ. પ૦,૦૦૦/- (૨) એક ફાઇબરનો પોલ આશરે ૪ મીટર જેની કિ.રૂ. ૮,૦૦૦ (૩) એર વેન્ટીલેટર નંગ-૪ કિ.રૂ. ૧૨,૦૦૦/- (૪) પ્લાસ્ટીકના ખાલી ડ્રમ (બેરલ) ૨૦૦ લીટરની ક્ષમતા વાળા નંગ-૧૦ કિ.રૂ. ૮,૦૦૦/- (૫) ગમલાની ડાઇ (ફરમા) નંગ-૪ કિ.રૂ. ૧૨,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૯૦,૦૦૦/- સાથે ધરપકડ કરી હતી.

કામગીરી કરનાર પોલીસ ઇન્સપેક્ટર ડો.એમ.એમ.ઠાકોર, સબ ઇન્સપેક્ટર એલ.ડી.મેતા એ.એસ.આઇ.સંજયભાઇ પરમાર હેડ.કોન્કહિતેષભાઇ વરૂ, રીઝવાનભાઇ સિંજાત, અજયભાઈ રાઠોડ, વાસુદેવસિંહ જાડેજા, ચેતનભાઇ ઠાકોર જોડાયા હતા.

Repoter : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here