RAJKOT : જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા હાલ 4 લેઉવા પટેલ સમાજના વ્યક્તિઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
49
meetarticle

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ખોડલધામ ખાતે આજરોજ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી રહેલા હાલ 4 લેઉવા પટેલ સમાજના વ્યક્તિઓના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

કાર્યક્રમના અધ્યક્ષ પદે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા હતા, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ લેઉવા પટેલ સમાજમાંથી આવતા મંત્રી જીતુ વાઘાણી, કમલેશ પટેલ તેમજ કૌશિક વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌપ્રથમ કાગવડ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કર્યા હતા,તેમજ ત્યારબાદ સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા તેમનું ભવ્યાતી ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું,ખોડલધામ મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું હતું કે, ખોડલધામ ખાતે મા ખોડલ સાક્ષાત ઉભા હોય તેવું લાગી રહ્યું છે, અહીંયા જે કોઈપણ વ્યક્તિ મા પાસે જે માંગે તે અરજ મા પૂરી કરે છે,દર વર્ષે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે,અહીંયા માત્ર પાટીદાર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરના માઈ ભક્તો પણ આવે છે,નરેશ પટેલ અને તેમની ટીમ આરોગ્યના હિમાયતી બન્યા છે,દર્દી નારાયણ માટે આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે,મનસુખ માંડવીયાએ લેઉવા પટેલ સમાજમાંથી આવતા ચાર જેટલા ધારાસભ્યોને મંત્રી પદ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો,તો સાથે જ કહ્યું હતું કે, આજે ખોડલધામ થી એક સંદેશો જઈ રહ્યો છે,જે સારું કામ કરશે તેની સાથે ખોડલધામ રહેશે,તો ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નરેશ પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરી હતી,જગદીશ વિશ્વકર્માએ સંબોધનમાં જણાવ્યું હતું કે, જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું,તેવી રીતે લેઉવા પટેલ સમાજને એક કરવાનું કામ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, એગ્રીકલ્ચર, ટેક્સ ટાઇલ્સ, બાંધકામ, શૈક્ષણિક તેમજ ઉદ્યોગ સહિતના ક્ષેત્રોમાં લેઉવા પટેલ સમાજનુ યોગદાન મોટા પ્રમાણમાં છે,કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સમારોહના કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા ખેડૂતોને વળતર પેટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે,જે પૈકી અત્યાર સુધીમાં 2200 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે, ખોડલધામ દ્વારા સમાજના અગ્રણીઓને ખેડૂતોની વ્હારે આવવાની અપીલ કરતાં અગ્રણીઓ દ્વારા મોટા મને ખેડૂતોની મદદ કરવામાં આવી છે.

……………….
નરેશ પટેલ અને જયેશ રાદડીયા ખોડલધામના આંગણે એકબીજાને ગળે મળતા જોવા મળ્યા…
………..

છેલ્લા કેટલાય સમયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ તેમજ જેતપુર જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના આગેવાન જયેશ રાદડિયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હોય તે પ્રકારની વાતો વહેતી થઈ હતી,ત્યારે આજરોજ ખોડલધામના આંગણે લેઉવા પટેલ સમાજના બંને અગ્રણીઓ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા,જાણે કે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા,ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ હતું, છે તેમજ રહેશે,ખોડલધામ સમાજનું મંદિર છે,ત્યારે સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, કેટલીક વાતો વહેતી થતી હોય છે પરંતુ તે સત્ય થી તદ્દન વિપરીત હોય છે,નરેશભાઈ પટેલ પાસે હું તેમજ જયેશ બંને નાના બાળકો કહેવાઈ. સમાજ માટે તેમજ ખોડલધામ માટે જે કંઈ પણ કાર્ય કરવાનું થતું હોય છે ત્યારે અમે તમામ સહુ એક થઈ કાર્ય કરતા હોઈએ છીએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here