RAJKOT : યુવાનને નિવસ્ત્ર કરી વીડિયો ઉતારી 5 લાખની માગણી

0
48
meetarticle

રાજુલા પંથકમાં હનીટ્રેપ અને ખંડણીની ઘટના સામે આવી છે. વારાહ સ્વરૂપ ગામે રહેતા યુવાનને જાળમાં ફસાવી હીંડોરણા ગામે રહેતા મિત્રએ રાજુલાની સ્ત્રી મીત્ર સહિત પાંચ સાથે મળી તેને નિવસ્ત્ર કરી વીડિયો ઉતાર્યા બાદ વાયરલ કરવાની ધમકી આપી રૂા.5 લાખની માગણી કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

વારાહ સ્વરૂપ ગામમાં રહેતા રોનકદાસ નામના યુવાને રાજુલા પોલીસ મથકમાં હીંડોરણા ગામનો મિત્ર કરણ દંતુભાઇ પટાટ, રાજુલાની સમીના સેલોત, જીતુ રાઘવભાઇ ચૌહાણ તથા બે અજાણ્યા સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી છે. રોનકદાસે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે તે તેના મિત્રો સાથે રાજુલા મામલતદાર કચેરી ખાતે ગયો હતો. ત્યાં કામ પુરૂ કરી કચેરીએથી નીકળીને હીંડોરણા ગામ ચોકડી પાસે રસ પીવા માટે ઉભા હતા ત્યારે તેના મોબાઇલમાં હીંડોરણા ગામે રહેતો મિત્ર કરણ દંતુભાઇ પટાટનો ફોન આવ્યો હતો અને ક્યાં છો પૂછતા તેણે ગામની ચોકડી પાસે હોવાનું કહ્યું હતું. થોડીવાર બાદ કરણ ત્યાં બાઇક લઇને આવ્યો હતો અને કામ છે કહીં પોતાનું બાઇક ત્યાં મુકી દીધું હતું અને તેના બાઇક પર ક્રિષ્ના સોસાયટી પાસે બાવળની જાળીમાં લઇ ગયો હતો.

 ત્યારબાદ આરોપીઓએ યુવક પર હુમલો કરી ગાલ પર લાફા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ યુવકને ડરાવી-ધમકાવી તેની સાથે રહેલી એક મહિલા સાથે ખરાબ કામ કરવાનું કહીં તેનો વીડિયો ઉતાર્યો હતો. આરોપીઓએ યુવકને નિર્વસ્ત્ર કરી લાકડીઓ વડે માર માર્યો હતો. આ ક્રૂરતાનો વીડિયો પણ આરોપીઓએ મોબાઇલમાં કેદ કર્યો હતો. એટલું જ નહીં યુવકના ખિસ્સામાંથી રૂા. 1,950 રોકડા બળજબરીથી કાઢી લીધા હતા અને તેનો નવો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. ત્યારબાદ યુવકને ધમકી આપી હતી કે, જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો તેનો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે અને તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ મામલે રાજુલા પોલીસે તપાસ હાથ ધરી છે

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here