RAJKOT : રોમીયો ગીરી કરતા બાળ કિશોરને કાયદાનું ભાન કરાવતી જેતપુર સીટી પોલીસ

0
65
meetarticle


રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ નવરાત્રી તહેવાર અનુસંધાને મહિલાઓની છેડતી કે પજવણી કે રોમીયોગીરી કરતા ઇસમોને તાત્કાલીક શોધી કાઢવા સુચના આપેલ હતી. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમએ પેટ્રોલીંગ દરમીયાન જેતપુર, એમ.જી.રોડ, બગીચા પાસે જાહેર રોડ ઉપરથી એક પુરૂષ ઇસમ જાહેરમાં પોતાની જાતને જાણી જોઇને, નિર્લજજ પણે અને લાજ શરમ વગર જાહેર રોડ ઉપર નિકળતા લોકોને ઈશારા કરતો જોવામાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર (રોમીયો)ની વિરૂધ્ધમાં ગુજરાત પોલીસ અધિનિયમ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડીપરમાર તથા એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા તથા અમીતભાઇ સિધ્ધપરા તથા લાખુભા રાઠોડ તથા ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયા.

REPORTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here