RAJKOT : આકાશમાં વાયુ સેનાના કૌવત-કૌશલ્યનું દિલધડક પ્રદર્શન

0
33
meetarticle

તા. 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ છે ત્યારે રાજકોટમાં ભારતીય વાયુ સેના અને મહાપાલિકા દ્વારા સૂર્યકિરણ એર શો (હવાઈ કરતબ)નું આયોજન કરાયું છે જેનું આજે આર્મી જવાનોએ ફૂલડ્રેસ સાથે શો જેવું જ રિહર્સલ યોજતા શહેરના આંગણે પ્રથમવાર રૈયા વિસ્તારના પશ્ચિમ આકાશમાં એરફોર્સના કૌવત અને કૌશલ્યનું દિલધડક પ્રદર્શનને લોકોએ હર્ષનાદોથી વધાવી લીધું હતું. રિહર્સલમાં જ આશરે 50,000 જેટલા નાગરિકોએ આ શોને માણ્યો હતો.

શહેરની પશ્ચિમે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં અટલ સરોવર અને આસપાસના રોડ ઉપર સ્કૂલ બસોમાં હજારો વિદ્યાર્થીઓ અને ફોર-ટુ વ્હીલરમાં બાળકો સાથે વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. એરફોર્સ બેન્ડના યુનિફોર્મમાં સજ્જ જવાનો દ્વારા દેશભાવના જગાવતી સૂરાવલિ વચ્ચે શોના આરંભે હેલીકોપ્યુટર MI17V5 આકાશમાં આવી ચડયું વિંગસિંગ ઓપરેશનમાં લોકોને એરલિફ્ટ કરવાનું જીવંત પ્રદર્શન કરાયું હતું.બાદમાં મુખ્ય શોમાં જામનગર કે જ્યાં એરફોર્સનું મથક છે ત્યાંથી 9 વિમાનો ઉડયા હતા જેણે રાજકોટના આકાશમાં આવીને રોમાંચક અને દિલધડક કરતબો રજૂ કર્યા હતા. એક લાઈનમાં એરો આકારમાં ધસમસતા તેમજ ધુમ્રસેર છોડતા વિમાનો, આકાશમાં વિમાનોથી દિલનો આકાર , તિરંગો, સામસામા ધસમસતા અને સ્ટન્ટ દર્શાવતા વિમાનો જોઈને ઉપસ્થિત મેદની રોમાંચિત થઈ હતી. આ વિમાનો આકાશમાં 90 ડીગ્રીએ ઉપર જઈને નીચે આવતા જોઈને સૈન્યના શૌર્ય, એક સેકન્ડની પણ ભૂલ વગરનું ટાઈમ મેનેજમેન્ટ,કૌશલ્યનો પરચો મળ્યો હતો. છેલ્લે 8000 ફૂટની ઉંચાઈ ઉડતા વિમાનમાંથી છ જવાનો પેરેશૂટથી જમ્મ કર્યો અને તીવ્ર ગતિએ જમીન ભણી અટલ સરોવરના કાંઠે ઉતરીને સાહસ અને સજ્જતાનો પરિચય આપ્યો હતો.  આવતીકાલે સવારે 10 વાગ્યે આ શો નિમિત્તે રવિવારના કારણે વિશેષ મેદની ધ્યાને લઈને અટલ સરોવરથી રીંગરોડ સુધીના માર્ગો વાહનો માટે પ્રવેશબંધી જાહેર કરી છે અને પાર્કિંગ પ્લોટ્સ વધારાયા છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here