રાજકોટ જીલ્લાના ઉપલેટા શહેરના ગાંધી ચોક પાસેથી રાજકોટ રૂરલ એલસીબી પોલીસે ફોરવ્હીલ કારમાં સંતાડેલો ૪૭૦ નંગ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. અને બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દારૂ, ફોરવ્હીલ કાર અને એક મોબાઈલ મળી કુલ ૪.૪૯ લાખનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ દારૂ જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર વી.વી. ઓડેદરા તથા પો. સ.ઇ. એચ.સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ પો. સ.ઇ. આર.વી. ભીમાણી એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઇ સુવા, હરેશભાઇ પરમારનાઓને સંયુકત બાતમી હકિકત આધારે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધી ચોક પાસે જાહેર રોડ પરથી ફોર વ્હીલ કારમાંથી ઇમરાન ઇકબાલભાઇ લાખાણી રહે. જેતપુર નવાગઢ ગેસ ગોડાઉન તથા નવાજ આસીફભાઇ કુરેશી રહે. સ્મશાન રોડ રસુલપરા ઉપલેટાને પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૭૦ કિ. રૂા. ૧,૨૯, ૨૫૦ ફોર વ્હીલ કાર નંગ -૧ કિ. રૂા. ૩ લાખ તથા મોબાઇલ નંગ -૧ કિ. ૨૦ હજાર મળી કુલ ૪.૪૯ ૨૫૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના એ.એસ.આઇ. અનીલભાઇ બડકોદીયા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, પો. હેડ કોન્સ. નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, દિવ્યેશભાઇ સુવા, હરેશભાઇ પરમાર, અરવિંદસિંહ જાડેજા તથા ડ્રા. પો. કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતના સ્ટાફે કરી હતી.
Reporter : સુરેશ ભાલીયા જેતપુર

