રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ પેરોલ ફરાર, ફર્લો ફરાર તેમજ ચોરી, લુટ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતી

તે દરમીયાન અત્રેના પો.સ્ટે.ના પો. હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. શક્તિસિંહ ઝાલા બંન્નેની ખાનગી હકીકત આધારે જેતપુર સીટી પો.સ્ટે.મા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૧૭(૧), ૫૪ મુજબના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઉમેશભાઇ ભાણજીભાઇ ચારોલા, રહે. ચલાળા ગામ, તા.ધારી, જી.અમરેલી વાળાને શિવકૃપાનગર, જુનાગઢ રોડ, જેતપુર ખાતેથી પકડી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી જેતપુર સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા, મિલનસિંહ ડોડીયા, પો. હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા, શક્તિસિંહ ઝાલા, અમીતભાઈ સિધ્ધપરા, લખુભા રાઠોડ, ભગીરથસિંહ જાડેજા, પ્રદિપભાઇ આગરીયા સહિતના સ્ટાફે કરી હતી.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

