કેશોદ એરપોર્ટ પર વારંવાર ફ્લાઇટ્સ રદની સમસ્યાના નિરાકરણ માટે 2500 મીટર રનવે વિસ્તરણનું કાર્ય હાથ ધરાશે તેવી નાગરિક ઉડયન મંત્રીએ માહિતી આપી છે. આ કાર્ય પૂર્ણ થયા બાદ એડવાન્સ્ડ નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવામાં આવશે. મંત્રી દ્વારા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને પત્ર લખી જાણકારી આપવામાં આવી હતી.

કેન્દ્રીય નાગરિક ઉડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરપુ દ્વારા પત્રના માધ્યમથી અપાયેલી માહિતીમાં જણાવ્યું છે કે, કેશોદ એરપોર્ટ પર રનવેને 2500 મીટર સુધી લંબાવવા માટેના સ્કોપ ઓફ વર્કની જાહેરાત કરી કોન્ટ્રાકટ આપી દેવાયો છે. આઈએલએસના ઈન્સ્ટોલેશન માટે રનવેની લંબાઈ 1800 મીટરથી વધુ હોવી જોઈએ પણ તે 1300 મીટરની જ છે. સાંસદ પરિમલ નથવાણીએ પત્રમાં વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્મેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સહિત અપૂરતા નેવિગેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે વારંવાર ફ્લાઇટ્સ રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ વિસ્તરણ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 190.56 કરોડ છે અને પ્રોજેકટ પૂર્ણ થવાની સમય મર્યાદા 18 મહિના એટલે કે જાન્યુઆરી 2027 નક્કી કરવામાં આવી છે. 364 કરોડના ખર્ચે એરપોર્ટનો વિકાસ થશે
અત્રે નોંધનીય બની રહેશે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેશોદ એરપોર્ટનો વિકાસ 364 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં 142.17 કરોડના ખર્ચે નવા ટમનલ બિલ્ડીંગનું બાંધકામ સામેલ છે. 6500 ચોરસ મીટરમાં ફેલાયેલું નવું ટમનલ બિલ્ડીંગ એક સાથે 400 ડિપાર્ટીગ અને 400 અરાઇવિંગ મુસાફરોને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરાયું છે.

