RAJKOT : ખેતરની કાંટાળી વાડમાં વીજ પ્રવાહ ચાલુ કરાતા કરંટથી યુવાનનું મોત

0
89
meetarticle

 જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક ખેડૂતે પોતાની વાડીના શેઠે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જે સ્થળે એક યુવાનને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખાવવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો ભુપત હરજીભાઈ ઠુંગા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગામની ઉગમણી સીમ વિસ્તારમાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીન વિસ્તારમાં પહોંચ્યો હતો.  જ્યાં બેરાજા ગામના જ ખેડૂત કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડની વાડી આવેલી હોઇ અને તેના ફરતી કાંટાળી તાર ફીટ કરાવી જેની અંદર વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો. જે કાંટાળી તારમાંથી ભુપતને વીજ આંચકો લાગ્યો હતો. અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here