RAJKOT : ગોંડલ પાસે હાઈવે પરથી યુવકનું અપહરણ કરનાર ચાર શખ્સોની ધરપકડ કરતી ગોંડલ તાલુકા પોલીસ

0
126
meetarticle

ગોંડલના ભોજપરા ગામ થી આગળ નેશનલ હાઇવે ઉપર પસાર થતી એક સરકારી એસ.ટી. બસમાથી કોઇ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પીયો ગાડીમા આવી એક વ્યક્તીનુ અપહરણ કરી લઇ ગયેલ હોવાની એસ.ટી. ડ્રાઇવર રાહુલભાઇ પુજાભાઇ પરમાર રહે.પોરબંદર વાળાએ ગોંડલ તાલુકા પો.સ્ટે.મા ટેલીફોનીક જાણ કરતા ભરૂડી ટોલનાકા પાસે જઇ એસ.ટી.ડ્રાઇવરને રૂબરૂ મળી એસ.ટી. ડ્રાઇવર રાહુલભાઇ પુજાભાઇ પરમાર રહે.પોરબંદર વાળાની ભરૂડી ટોલનાકાએ ફરીયાદ લીધેલ હતી.

આ અપહરણના બનાવની ગંભીરતા લઇ અસરકારક કાર્યવાહી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુચના આપેલ હોય. જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા પો.સ્ટે વિસ્તારમાં હોય તે દરમ્યાન ખાનગીરાહે જાણવા મળેલ કે આરોપીઓ ભાયાવદરના વડેખણ ગામમાં હોવાની સંભાવના હોય. જેથી સર્વેલન્સ સ્ટાફ સાથે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા અપહરણ થનાર સંજયભાઇ સામતભાઇ મુછાર ઉવ.૨૨ રહે.બાવડાવદર તા.કુતીયાણા જી.પોરબંદર વાળા મળી આવેલ તેમજ તેને અપહરણ કરનાર ચાર ઈસમો જેમાં (૧) રવિભાઇ ઇશાભાઇ મુછાર (રહે.પોરબંદર ગાયત્રી નગર જ્યુબેલી કૈલાસ બંગલાની બાજુમા) (૨) મુકેશભાઇ રામભાઇ ઓડેદરા (રહે. પોરબંદર જ્યુબેલી વિસ્તાર ખાપટ રોડ યોગ માયા મકાનની) (૩) મનીષભાઇ અરજણભાઇ મોઢવાડીયા (રહે.પોરબંદર નરસંગ ટેકરી આસાપુરા ચોક) (૪) લાલાભાઇ બધાભાઇ મોરી (રહે.ધોરીયાનો નેસ તા.જામજોધપુર જી.જામનગર)ની ધરપકડ કરી હતી, મહીન્દ્રા સ્કોર્પીયો ગાડી, લાકડાના ધોકા, મોબાઇલ ફોન ત્રણ સહિત કુલ રૂપિયા ૧૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

REPOTER : સુરેશ ભાલીયા,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here