ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના એનડીપીએસના ગુનામાં અઢી મહિનાથી ફરાર આરોપીને જેતપુર સીટી પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રાજકોટ જીલ્લા વડા પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓએ પેરોલ ફરાર, ફર્લો ફરાર તેમજ ચોરી, લુંટ, મારામારી, એન.ડી.પી.એસ. એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ.
જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી તે દરમીયાન હેડ કોન્સ. સાગરભાઇ મકવાણા તથા પો.કોન્સ. ભગીરથસિંહ જાડેજા તથા શક્તિસિંહ ઝાલા નાઓને ખાનગી હકીકત આધારે ગોંડલ સીટી બી ડીવીઝન પો.સ્ટે.મા નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનીયમ (એન.ડી.પી.એસ) મુજબના ગુનામાં છેલ્લા અઢી મહિનાથી નાસતા ફરતા ગુનાહિત ઇતીહાસ ધરાવતા વોન્ટેડ આરોપી રીયાઝ ઉર્ફે બોગો હનીફભાઇ રફાઇ, રહે. સહકારી મંડળી પાસે, બાવાવાળાપરા, જેતપુર વાળાને જેતપુરના જુના પાંચપીપળા રોડ, મામાદાદાના મંદિર પાસેથી પકડી આગળની કાર્યવાહી માટે ગોંડલ બી ડિવિઝન પોલીસને સોપવા ક્વાયત હાથ ધરી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

