RAJKOT : ચોટીલાની 2 ગેસ એજન્સીમાં ગેરકાયદે રિફિલિંગ કૌભાંડ પકડાયું

0
71
meetarticle

ચોટીલા : અહીં પોલીસ સ્ટેશન નજીક આવેલ બે ગેસ એજન્સી ઉપર પ્રાત અધિકારી તથા તેમની ટીમે દરોડા પાડી રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગેર કાયદેસર ગેસ રીફીલીંગ કૌંભાંડને પકડી પાડી 15 લાખથી વધુનો મુદ્દામાલ સીલ કરી કાર્યવાહી કરતા ચકચાર મચી ગયેલ છે.

ચોટીલા પ્રાંત અધિકારી હર્ષદ મકવાણા તથા તેમની ટીમે  દ્વારા ચામુંડા રોડ ઉપરનાં રહેણાંક વિસ્તારમાં આવેલ એલપીજી ગેસ સીલીન્ડરની વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડતા રહેણાંકના મકાનમાં તદન ગેરકાયદેસર એલપીજી ગેસ સીલીન્ડરના ગેસ રીફીલીંગની કરવામાં આવતી પ્રવૃત્તિ ઝડપાઇ ગયેલ હતી. જેમાં સીરાજખાન દીલાવરખાન ૫ઠાણની ગુજરાત ગેસ એજન્સી અને ભરતભાઇ મનુભાઇ રાજવીરની વારાહી ગેસ એજન્સીના પ્રોપરાઇટરો (5) ઇલેકટ્રીક મોટરોનો ઉ૫યોગ કરી આ ગેસ રીફીલીંગની ખુબ જ જોખમી  પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, આ સ્થળ ઉપરથી  કુલ ૧૫૪૫ બોટલાના તુટેલા શીલ કવર મળી આવેલ હતા જેઓને જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ પીકઅ૫ વાન – 1, ગેસ સીલીન્ડરની ભરેલી બોટલો નંગ-168, ખાલી બોટલો નંગ- 93, રીલીફીંગમાં ઉ૫યોગમાં લેવાતી ઇલેકટ્રીક મોટરો નંગ – 5, લાઇટર નંગ- 72, નોજલ પાઇ૫ નંગ-125, વજન કાંટા નંગ- 2 નંગ, રેગ્યુલેટર નંગ-139,ગેસ સ્ટવ નંગ 45! ઓકસીજન બોટલ નંગ-17મળી કુલ રૂા.15,33,650 (અંકે રૂપિયા પંદર લાખ તેત્રીસ હજાર છસો પચાસ પુરા)નો મુદ્દામાલ જપ્ત કરી, ગોડાઉનમાં રાખી, ગોડાઉનને સીલ મારવામાં આવેલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here