RAJKOT : જંગલેશ્વરમાં ડિમોલિશનને લઇ મોટા સમાચાર, 7 દિવસમાં દબાણ હટાવી લેવા માટે નોટિસ, સપ્તાહ બાદ ડિમોલિશનની કામગીરી શરૂ

0
11
meetarticle

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 1348 મકાનોના ડિમોલિશનની કામગીરીને લઈને મોટા સમાચાર આવ્યા છે

મામલતદાર દ્વારા ડિમોલિશન માટેની અંતિમ નોટિસ

રાજકોટ શહેર પૂર્વ ઝોનના મામલતદાર દ્વારા ડિમોલિશન માટેની અંતિમ નોટિસ ફટકારી છે અને રહેવાસીઓને સાત દિવસની અંદર દબાણ કરેલી જગ્યા ખાલી કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ડિમોલિશન માટેની પ્રક્રિયા લગભગ એક સપ્તાહ પછી શરૂ

સૂત્રોના જણાવ્યા મુજબ, ડિમોલિશન માટેની પ્રક્રિયા લગભગ એક સપ્તાહ પછી શરૂ કરવામાં આવવાનું છે.

ત્રણ વખત મીટિંગ પણ યોજાઈ

આ પહેલા રહેવાસીઓને પોતાના આધાર પુરાવા રજૂ કરવા માટે ત્રણ વખત મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં લોકોએ પોતાના દસ્તાવેજ અને અરજી રજૂ કરી શક્યા હતા.

રહીશોમાં ભારે ઉત્તેજના

 1348 મકાનોના ડિમોલિશનના પગલે જંગલેશ્વર વિસ્તારમાં ભારે ઉત્તજના જોવા મળી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here