જેતપુરના રબારીકા રોડ પર આવેલા આતાનગર વિસ્તારમાં એક સાડી પ્રિન્ટિંગના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને કારખાનાનો શેડ પણ તૂટી પડ્યો હતો.

જેતપુરના રબારીકા રોડ પર સ્થિત ‘જય ફેશન ટેક્સટાઇલ’ નામના સાડી પ્રિન્ટિંગ કારખાનામાં બન્યો હતો. આગ કારખાનાના એ ગોડાઉનમાં લાગી હતી જ્યાં સાડીના તૈયાર પાર્સલ રાખવામાં આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ગોડાઉનમાં રહેલા લાખો રૂપિયાની કિંમતના સાડીના પાર્સલ આગની ચપેટમાં આવી ગયા હતા.
આગની ભયાનકતા એટલી તીવ્ર હતી કે કારખાનાનો શેડ પણ ગરમીને કારણે તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ, જેતપુર નગરપાલિકાના ચાર ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. બનાવની ગંભીરતાને જોતા ઉદ્યોગનગર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

