RAJKOT : જેતપુરના બોરડી સમઢીયાળામાં ખેડૂતની પ્રાકૃતિક ગુલાબ ખેતી : 5 વીધામાં 5 હજાર છોડ વાવી લાખનો નફો

0
64
meetarticle

ખેડૂત જયારે પરંપરાગત ખેતી છોડી ને થોડી અલગ રીતે ખેતી  કરવા લાગે તો તે તેની આવક વધારવા સાથે લોકો માટે ઉદારણ પણ પૂરું પાડી શકે છે અને લોકો માટે પ્રેરણા રૂપ બની શકે છે, આવું એક ઉદાહરણ જેતપુર ના બોરડી સમઢીયાળા ગામ ના ખેડૂતે પૂરું પડ્યું છે જેને પરંપરાગત ખેતી થી થોડી બદલાવ સાથે કામ કરી ને દેશ અને વિદેશ માં પોતાની ખેત ઉત્પાદન વેચી ને મોટા નફા ની કમાણી કરી છે,

જેતપુર ના બોરડી સમઢીયાળા ગામ ના ખેડૂત રાજુભાઇ પટોળીયા એ કંઈક અલગ માટી ના ખેડૂત છે તેવો ખેતી તો કરે છે અને ખેત ઉત્પાદન પણ કરે છે પરંતુ તે બીજા ખેડૂત કરતા કંઈક અલગ માટી ના છે, કારણ કે તે અન્ય ખેડૂત કરતા અલગ પ્રકાર ની ખેતી કરી રહ્યા છે,રાજુભાઇ પટોળીયાએ પોતાના 5 વિઘા જમીનમાં ગુલાબની ખેતી કરી છે જેમાં તેવોએ 5 હજાર ગુલાબના છોડ વાવેતર કરી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક (ઓર્ગેનિક) ખેતી કરે છે,સાથે ગુલાબનું ઉત્પાદન કરવા માટે કોઈ પણ જાત ના રાસાયણિક દવા નો ઉપયોગ કરતા નથી , અને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખાતર નો ઉપયોગ કરે છે જેમાં તેવો ગૌ મૂત્ર છાણ અને અન્ય બેક્ટેરિયા નું ઓર્ગેનિક ખાતર બનાવી ને તેનો ઉપયોગ કરી ને તેવો આ ગુલાબની ખેતી કરે છે,

રાજુભાઇ પટોળીયા માત્ર ખેતી જ નથી કરતા પરંતુ , તેવો જે ગુલાબની ખેત પેદાશ ઉત્પતન્ન કરે છે તેમાં તેવો ગુલાબની પાંદડીઓ,ગુલાબ જળ,ગુલાબ ગુલકંદ,ગુલાબ ચોકલેટ,ગુલાબ મીઠાઈ,ગુલાબ સાબુ, જેના માટે તેવો એ તેના ખેતર ઉપર જ તમામ પ્રકાર ની સુવિધા ઉભી કરી છે, તેવો એ જે ખેત ઉત્પાદનો મેળવ્યા હોય છે તે અહીં જ તેના ખેતર ઉપર પ્રોસેસ કરે છે અને તેમાં થી અલગ અલગ પ્રકાર ની વસ્તુ ઓ બનાવી ને માર્કેટ માં વેચે છે, તેવો અહીં,ગુલાબની પાંખડીઓ કરીને સુરત અને દુબઇ મોકલે છે,જેમાં ગુલાબની પાંખડીઓની માંગ દુબઈમાં ખૂબ છે,તેવો ગુલકંદ પણ બનાવે છે,ગુલાબ જળ પણ બનાવે છે,હવે તેવો ગુલાબ સાબુ પણ બનાવશે,અને ગુલાબ ચોકલેટ પણ બનાવશે, આ તમામ પ્રકારની પ્રોડક્ટ તેવો જાતે જ બનવે છે,આ તમામ પ્રકારની પ્રોડક્ટ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોવાનું ખેડૂત રાજુભાઈ પટોળીયા જણાવી રહ્યા છે, તેવો આ ઉત્પાદનો વેચી ને 10 ગણું મૂલ્ય વર્ધિત આવક મેળવે છે,

ગુલાબ માંથી બનતી તમામ પ્રોડક્ટ આરોગ્ય માટે કેમ થાય છે ફાયદાકારક જોઈએ, ઉનાળામાં ગુલાબ ગુલકંદ,અને પાંખડીઓ ખાવાથી શરીરના આતરમાં રહેલ ગરમી દૂર થાય છે,ઉપરાંત ગુલાબ ના સાબુથી નાહવા થી સ્ક્રિન માટે ખૂબ ફાયદો થાય છે,જેથી આરોગ્ય માટે અનેક ફાયદાઓ થઈ શકે છે.

ગુલાબની ખેતીના ખર્ચે ની જો વાત કરવામાં આવે તો માત્ર 50 હજાર રૂપિયા જેવો ખર્ચે થાય છે,તેમજ પાંચ વિઘા જમીનમાં પાંચ હજાર જેટલા ગુલાબના છોડ નું વાવેતર કરવામાં આવ્યું છે,ઉપરાંત, આ ગુલાબનું વાવેતર કર્યા બાદ પાંચ વર્ષે સુધી તેવો ગુલાબનો પાક લઈ શકે છે,આ સાથે ગુલાબના પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું આવે છે,

ગુલાબની ખેતીમાં જો નફાની વાત કરીએ તો રાજુભાઇ પટોળીયાને 10 થી 12 લાખ રૂપિયા જેવો નફો થાય છે,તેમજ આમાં તેવો હજુ પણ વધુ પ્રોડક્ટ બનાવી વધારે નફો કમાસે,

જેતપુર ના બોરડી સમઢીયાળા ગામ ના આ ખેડૂતે તમામ ખેડૂતો ને એક ઉદારણ પૂરું પાડ્યું છે કે  જો ખેડૂત પોતાની પરંપરાગત ખેતી છોડી અને કંઈક અલગ કરવા ની ઈચ્છા રાખે તો ચોક્કસ તેવો તેની આવક વધારવા સાથે સમાજ અને લોકો ને કંઈક અલગ આપી શકે તેમ છે , સરકાર પણ આવી ખેતી અને ખેડૂતો ને પ્રોત્સાહન પૂરું પાડે તે જરુરી છે,

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here