RAJKOT : જેતપુરમાં દારૂ વેચવાના અનેક ગુનામાં સંડોવાયેલ બુટલેગર અશ્વિન વેગડાને હદપાર કરતી પોલીસ

0
47
meetarticle

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર, શરીર સંબધી ગુનાઓ, મીલ્કત સંબધી ગુના, ગેરકાયદેસર ખનન તેમજ વારંવાર ગુનાઓ કરવાની ટેવ વાળા ઇસમો વિરૂધ્ધ “હદપારી” ની કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય.

જેથી પોલીસ ઇન્સ્પેકટર ડો. એમ.એમ.ઠાકોર દ્વારા જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશન પ્રવૃતીમાં સંડોવાયેલ ઇસમ અશ્વિનભાઈ વિનુભાઈ વેગડા રહે. દેરડીરોડ જન મંગલ સોસાયટી જેતપુર વાળા વિરૂદ્ધ હદપારી પ્રપોઝલ તૈયાર કરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ગોંડલ વિભાગ ગોંડલ તરફ મોકલતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ રાહુલ ગમારા નાઓએ નાયબ કલેકટર અને સબ.ડી.વી.મેજી. સાહેબની કચેરી ગોંડલના હદપારી કેસ મુજબ મજકુર અશ્વિન વેગડાને રાજકોટ જિલ્લાની હદમાંથી ૦૪(ચાર) માસની મુદત માટે હદપાર કરવા હુકમ કરેલ.

જેથી અમારા સીધા માર્ગદર્શન હેઠડ જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. સ્ટાફ દ્વારા મજકુર આરોપીને તાત્કાલીક શોધી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ના હુકમ મુજબ અશ્વિન વેગડાને જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. લાવી ‘હદપારી’ ના હુકમની બજવણી કરી, રાજકોટ જીલ્લા હદ વિસ્તાર બહાર મોકલી આપેલ છે.

REPOTER : સુરેશ ભાલીયા જેતપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here