જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતા વિસ્તાર જેતપુર જુનાગઢ રોડ પર ગ્લોબલ સીનેમાની સામેના ભાગે દુકાનની બાજુમાં જાહેર જગ્યામાં તા.૩૧.૧૦ રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમો એક મહિન્દ્રા કંપનીનો બોલેરો ગાડી ચોરી ગયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.

ઉપરોક્ત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઇજી અશોકુમાર યાદવ તથા એસપી વિજયસિંહ ગુર્જર નાઓએ ગુન્હાના આરોપી તથા મુદ્દામાલ તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.હેરમાં તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા બનાવવાળી જગ્યાના આસપાસના તથા હાઇવે રોડ પરના પેટ્રોલ પંપ તથા હોટલ ધાબાના તથા નેત્રમ જુનાગઢના સીસીટીવી ફુટેજ તપાસવામા આવેલ તેમજ ટેક્નિકલ તથા નેત્રમ વિભાગ જુનાગઢ તરફથી મળેલ વાહનોની વિગત અન્વયે હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની માહિતી એકઠી કરેલ તે દરમ્યાન એ.એસ.આઇ. વિપુલભાઇ મારૂ તથા પો. હેડ કોન્સ. અજીતભાઈ ગંભીર તથા પો.કોન્સ. પ્રધુમનસિંહ વાઘેલાને મળેલ ચોક્કસ હકિકત આધારે આ કામના આરોપીઓને ચોરીના એક મહિન્દ્રા કંપનીનો બોલેરો, એક હોન્ડા સાઈન બાઈક, અને અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩.૮૦.૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી ઇમ્તિયાઝ કાદરભાઇ ઓસમાણભાઇ સુમરા ઉ.વ.૨૬ અને શાહનવાઝ ઉર્ફે નવાઝ નિઝારભાઇ રમઝાનભાઇ ભાલીયા ઉ.વ.૨૪ (બન્ને રહે. ચીત્રાવડ ગામ તા.તાલાળા જિ.ગીર સોમનાથ) પકડી પાડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

