RAJKOT : જેતપુર ઉદ્યોગ નગર પોલીસે ચોરીના બાઈક સાથે શખ્સને ઝડપી લીધો

0
59
meetarticle

જેતપુર ભાદરના સામાકાંઠે, રેલ્વે ગરનાળા પાસે પાનની કેબીન પાસેથી ચારેક દિવસ પહેલાં બપોરના બારેક વાગ્યાથી સાંજના ચારેક વાગ્યા દરમ્યાન આ કામના ફરીયાદીનું હોન્ડા સાઇન મો.સા.કિ.રૂ. ૨૫,૦૦૦વાળુ કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરેલ હોઇ જેથી આ કામના ફરીયાદીએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ હતો.

ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢવા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર ડો.એમ.એમ.ઠાકોર ની સુચના મુજબ સર્વેલન્સ ટીમ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ તથા સી.સી.ટીવી. મારફતે અલગ-અલગ દીશામાં ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન સર્વેલન્સ ટીમને મળેલ હકીકત આધારે એક ઇસમને સદરહું ચોરીમાં ગયેલ ઉપરોક્ત મો.સા. સાથે પુનાભાઈ ગોગનભાઈ કાથરાણીને ૨૫ હજાર કિંમતના બાઈક સાથે જેતપુર, જુનો રાજકોટ રોડ, સર્કીટ હાઉસ પાસેથી પકડી પાડી ઇ-ગુજકોપ એપ્લીકેશન મારફતે સર્ચ કરી ખરાઇ કરી ગુનો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. આ કામગીરીમાં પીઆઇ ડો. એમ.એમ.ઠાકોર, એએસઆઈ સંજયભાઇ પરમાર, હેડ.કોન્સ રીઝવાનભાઇ સિંજાત, અજયભાઇ રાઠોડ, હિતેષભાઇ વરૂ, વાસુદેવસિંહ જાડેજા, પો.કોન્સ ચેતનભાઇ ઠાકોર સહિતના જોડાયા હતા.

Repoter : સુરેશ ભાલીયા જેતપુર ,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here