જેતપુર સિટી પોલીસ સ્ટેશને એક મોટી સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ દુબઈથી સંચાલિત થતું હતું અને તેમાં રૂ.94,89,077/- (ચોર્યાણું લાખ, નેવ્યાસી હજાર, સિત્તેર રૂપિયા) ની રકમ ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ભારતના અલગ-અલગ બેંક ખાતાઓમાં નાખીને સગેવગે કરવામાં આવી હતી.

કુલ રકમ રૂ.94,89,077/-, માં 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તાત્કાલિક 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા છે આરોપીઓ જેતપુર અને જુનાગઢના રહેવાસી છે) જેમાં દિપસન જેન્તીભાઇ ગોહેલ, રહે. જેતપુર, વરૂણ કાનાભાઇ લુણી, રહે. જેતપુર, ઉમેશ રવજીભાઇ ભોજૈયા, રહે. જેતપુર, પ્રકાશ મગનભાઇ રાઠોડ, રહે. જેતપુર, શાહીલ કાનજીભાઇ જાડેજા, રહે. જેતપુર, પ્રદીપ ભરતભાઇ બાયલ, રહે. જેતપુર, પાર્થીવ કિશોરભાઇ ગોવાણી, રહે. જેતપુર, કેવલ જેન્તીભાઇ સીતાપરા, રહે. ચાંપરાજપુર ગામ, તા. જેતપુર, હર્ષદ હેમરાજભાઇ દેસાઇ, રહે. હાલ જુનાગઢ (મૂળ અમદાવાદ),
મુખ્ય આરોપી રાહુલ પટેલ, જે હાલમાં બર દુબઈ, મનખુલ એરિયામાં રહે છે, તેને પકડવાનો બાકી છે. જેતપુર સિટી પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ ગુનામાં આરોપીઓ એક પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરૂ રચીને આર્થિક ફાયદો મેળવતા હતા આ રેકેટ દુબઈથી સંચાલિત હતું. મુખ્ય આરોપીઓ એજન્ટો, અને એજન્ટો સબ-એજન્ટોને શોધી કાઢતા હતા. આ એજન્ટો નજીવી લાલચ આપીને એવા બેંક એકાઉન્ટ હોલ્ડરોને શોધતા હતા, જેમના ખાતાને ‘મ્યુલ બેંક એકાઉન્ટ’ તરીકે ઉપયોગમાં લઈ શકાય.
દુબઈથી મેળવેલા ફ્રોડના નાણાં આ મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ રકમ ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ભારતમાં ઠલવાતી હતી. ત્યારબાદ ચેક, એટીએમ અથવા ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કેશ વિડ્રો કરવામાં આવતી અને આંગડિયા મારફતે નાણાં સગેવગે કરવામાં આવતા હતા.
ભારત સરકારના (Indian Cyber Crime Coordination Center) નવી દિલ્હી તરફથી મળેલ “મ્યુલ બેંક એકાઉન્ટ” ની માહિતીના આધારે, રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ અને રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસ ટીમે આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ કુલ રૂ.2,50,000/- ની કિંમતના 10 વિવિધ કંપનીના એન્ડ્રોઇડ અને આઇફોન મોબાઇલ ફોન કબ્જે કર્યા છે.
REPOTER : Cસુરેશ ભાલીયા જેતપુર,

