રાજકોટમાં 2025નાં વર્ષને વિદાય આપવા અને 2026નાં વર્ષને આવકારવા માટે થનારી ઉજવણીમાં 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે. જયારે દિવાળીના દિવસે આ સમયમર્યાદા બે કલાકની હોય છે.

રાજકોટમાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પ્રથમ વખત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં જણાવાયું છે કે, તા. 31નાં રાજકોટના પોલીસ કમિશનરે પ્રથમ વખત જાહેરનામું બહાર પાડયું : તલવાર કે મોટા ચાકુથી કેક નહીં કાપી શકાય, પૂરઝડપે વાહનો ચલાવવા અને સ્ટંટ કરવા પર પણ પ્રતિબંધ રાત્રે 11.55થી તા. 1 જાન્યુઆરીનાં રાત્રે 12.30 સુધી એમ 35 મિનિટ ફટાકડા ફોડી શકાશે : જયારે દિવાળીમાં રાત્રે 10થી 12 એમ બે કલાક ફટાકડા ફોડવાની મંજુરી હોય છે.
રાજકોટ, : રાજકોટમાં 2025નાં વર્ષને વિદાય આપવા અને 2026નાં વર્ષને આવકારવા માટે થનારી ઉજવણીમાં 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે. જયારે દિવાળીના દિવસે આ સમયમર્યાદા બે કલાકની હોય છે.
રાજકોટમાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પ્રથમ વખત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં જણાવાયું છે કે, તા. 31નાં રાત્રે 11.55થી તા. 1 જાન્યુઆરીનાં રાત્રે 12.30 સુધી એમ 35 મિનિટ ફટાકડા ફોડી શકાશે. જયારે દિવાળીમાં રાત્રે 10થી 12 એમ બે કલાક ફટાકડા ફોડવાની મંજુરી હોય છે. જો કે તેનું દિવાળીએ મહદઅંશે પાલન થતું નથી અને પરોઢ સુધી ફટાકડા ફૂટતા રહે છે. આ સંજોગોમાં નવા વર્ષને આવકારવા થનારી ઉજવણીમાં પોલીસ ફટાકડા ફોડવાનાં નિયમની કેટલી અમલવારી કરાવશે તેનો આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે. પોલીસ કમિશનરનાં જાહેરનામામાં પ્રથમ વખત જ કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમવાયો છે.

