RAJKOT : મ્યુલ હન્ટ ઓપરેશન હેઠળ સાયબર ક્રાઇમની કાર્યવાહી, રાજકોટની 3 બેંકના ખાતામાં 72 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા

0
10
meetarticle

રાજકોટમાં સાયબર ફ્રોડને લઇ 1.17 કરોડની તપાસમાં વધુ ખુલાસા થયા છે, જેમાં રાજકોટમાં 3 બેંક ખાતામાં 72 કરોડ ટ્રાન્ઝેક્શન મળ્યા છે અને સાયબર ક્રાઇમે ત્રણ બેંકમાં તપાસ કરતા મોટો ખુલાસો થયો

ખાતા ધારકે ચેક અને ATMથી રુપિયા ઉપાડ્યાનો ખુલાસો થયો છે અને મ્યુલ હન્ટ ઓપરેશન હેઠળ સાયબર ક્રાઇમની કાર્યવાહી સામે આવી છે, જોગી કૃપા પેઢીના નામે આરોપીએ નાણાં ઉપાડ્યા હતા, સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને એચડીએફસી બેંકમાંથી વ્યવહારો થયાનો ખુલાસો થયો છે.

જોગી કૃપા પેઢીના નામે આરોપીએ નાણા વિડ્રોલ કર્યાનું ખુલ્યું

જેના સંદર્ભે એક અરજીની તપાસમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડા ના એકાઉન્ટ નંબર 72720200001700 તથા એકિસસ બેન્કના એકાઉન્ટ નંબર 92402003553356 3 અને (3)એચડીએફસી બેંકના એકાઉન્ટ નંબર 50200109167127 સુંદર બેંક એકાઉન્ટ સમન્વય એ પોર્ટલ પર ચેક કરતા ૧૨૪થી વધુ ત્રણેય સહિત બેંક એકાઉન્ટમા ફ્રોડના નાણા ટ્રાન્સફર થયા હતા. જેથી સાયબર ફ્રોડની ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર કરવામાં આવેલ ફરીયાદો મળી આવેલ જેમા ત્રણેય બેંક એકાઉન્ટની માહીતી મેળવી તપાસ કરતા તે ઉપરોક્ત બેન્ક એકાઉન્ટ જોગી કૃપા એન્ટરપ્રાઇઝ નામથી પેઢીના પ્રોપરાઈટર મૈશરૂ હીરાભાઈ ધ્રાંગીયા વાળાના નામે હોવાની હકિકત મળેલ બેંક ખાતામાં લેવલ 2 અને 3 મા અલગ અલગ રાજ્ય માંથી થયેલ એન.સી.આર.પી. અરજીના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here