RAJKOT : યુ-ટયુબર નીતિન જાની સાથેના ઝઘડાનો ખાર રાખી કારમાં તોડફોડ

0
33
meetarticle

યુ-ટયુબર નિતિન ઉર્ફે ખજુર જાની સાથે થયેલી માથાકુટને કારણે રાજકોટમાં એક મહિલા ઉપર હુમલાનો પ્રયાસ કરી તેના ભાઇની કારમાં તોડફોડ કરાઇ હતી. આજી ડેમ પોલીસે આરોપી યુવરાજ ખુમાણ અને રવિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ખોખળદડ ગામમાં ત્રિશા પાર્કમાં રહેતા મનીષાબેન રામભાઇ લાખનોત્રા (ઉ.વ. 32) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઇ લાલા ઉર્ફે કાળુભાઇ જગમાલભાઇ બામરોટીયા ઉપરાંત નિતિન ઉર્ફે ખજુર જાની અને યુવરાજ ખુમાણ વચ્ચે સાવરકુંડલામાં ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી તેની ઉપર હુમલાનો પ્રયાસ કરી તેના ભાઇની કારમાં તોડફોડ કરાઇ હતી. ગઇ તા.૧૪ ફેબુ્રઆરીના રોજ રાત્રે તેના ઘર બહાર પાર્ક કારનાં કાચ ફુટવાનો અવાજ આવતા બહાર આવીને જોયું તો તેના ભાઇ લાલાની થાર કાર પાસે બારથી તેર શખ્સો ઉભા હતા. જેમના હાથમાં પાઇપ, ધોકા અને તલવાર જેવા હથિયારો હતા. તે વખતે યુવરાજ ખુમાણ અને રવિ તેને જોઇ જતાં તેની ઉપર હુમલો કરવા દોડયા હતા. એટલું જ નહીં તેને બેફામ ગાળો ભાંડી ધમકી આપતા કહ્યું કે તારા ભાઇ લાલાને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે, બાકી તેના પરિવારને જીવવા નહીં દઉ, જાનથી મારી નાખીશ. આ પછી તેના ભાઇ લાલાની થારમાં પાઇપ, ધોકાના ઘા ઝીંકવાનું શરૂ કરી તોડફોડ કરી હતી. 

ત્યાર પછી તે ઘરમાં જતી રહી હતી અને પોલીસને જાણ કર્યા બાદ ફોટોગ્રાફી કરી હતી. જે તે વખતે તેણે પોલીસને કોઇ કાર્યવાહી કરવી નથી તેમ કહીં દીધું હતું. આખરે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. જેના આધારે આજી ડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here