રાજકોટમાં આહિર સમાજની મિટીંગ યોજાઈ હતી જેમાં લગ્નમાં થતા ખર્ચ મુદ્દે સારા નિર્ણયો લેવામાં આવ્યા છે, લગ્ન ખર્ચ નિયંત્રણ લવવા માટે કરાયો નિર્ણય અને વર પક્ષે 8 તોલાથી વધુ સોનું નહી મુકવા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં આહિર સમાજે લગ્ન ખર્ચ મુદ્દાને લઈ નિર્ણય કર્યો છે જેમાં પ્રિ વેડિંગ પ્રથા બંધ કરવાનો નિર્ણય કરાયો છે અને મામેરામાં 11 હજારથી વધુ રૂપિયા આપવા નહી તેમજ બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરાઈ છે, તો આ નિયમોનો ભંગ કરનારને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાશે અને હાલર પંથકના આહિર સમાજના સ્નેહમિલનમાં નિર્ણય કરાયો છે.

આહિર સમાજના મુખ્ય નિર્ણયો:-
01-લાડવા જમણવાર
લાડવા પ્રથામાં મોટો જમણવાર નહીં, પણ માત્ર બેન-દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો
02-કંકુ પગલાં: કંકુ પગલાં પ્રથા બંધ કરવી.
પ્રિ-વેડિંગ: પ્રિ-વેડિંગ બંધ કરવું.
03- કોઈપણ પ્રસંગમાં ફટાકડા ફોડવા નહીં.
04-મામેરામાં રોકડ: મામેરામાં ₹11,000/- (અગિયાર હજાર)થી વધારે રકમ આપવી નહીં.
05-સોનાના દાગીના: લગ્ન પ્રસંગે વર પક્ષે 8 તોલાથી વધારે સોનાના દાગીના મૂકવા નહીં.
06-દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વર પક્ષને 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.
07-માઠાપ્રસંગે જમણવાર:
માઠાપ્રસંગે જમણવાર ઘર તથા બહેન-દીકરી પૂરતો જ કરવો.
08-કંકોત્રી:
કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશન કરવું નહીં (કુટુંબ પરિવાર પૂરતું જ રાખવું).
09-ફુલેકું/દાંડિયારાસ:
લગ્ન પ્રસંગે કોઈપણ રસમમાં પૈસા ઉડાડવા નહીં (ફુલેકું, દાંડિયારાસ, ડી.જે., મામેરા, વરઘોડો, વરતી જાન).
10-શ્રાદ્ધ-પાયસમ:
શ્રાદ્ધ-પાયસમના જમણવાર ઘર પૂરતું રાખવું.
11-શ્રીમંત-દીકરી વધામણાં:
શ્રીમંત અને દીકરી વધામણાંમાં ડેકોરેશન કરવું નહીં અને યેંડા વહેંચણી પ્રથા બંધ કરવી.
12-પૈસા પાછા વાળવા:
કોઈપણ પ્રસંગમાં બહેનોએ પૈસા પાછા વાળવાની પ્રથા સંપૂર્ણ બંધ કરવી.
13-દાંડિયારાસ:
વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં. ( વર- કન્યા બંને પક્ષનો પ્રસંગ સાથે હોય તો લાગુ નહીં પડે)
નિયમ ભંગ કરશે સમાજનો કોઈ પણ વ્યકિત તો દંડ કરવામાં આવશે
સમાજ દ્વારા પસાર કરાયેલા આ ઠરાવનો ભંગ કરનાર કુટુંબ સામે કડક પગલાં લેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તેમજ જો કોઈ કુટુંબ ઠરાવના નિયમોનો ભંગ કરશે, તો તેમને રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો દંડ નહીં ભરે તો જાહેરમાં માફી માગવાની રહેશે અને તેમ છતાં પાલન નહીં થાય તો સમાજમાંથી તે કુટુંબને દૂર કરવામાં આવશે. હાલર પંથકના આહિર સમાજનો આ નિર્ણય અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે, જેણે લગ્નના પ્રસંગોમાં સાદગી અને આર્થિક સમજદારી જાળવવાનો સંદેશ આપ્યો છે.

