રાજકોટ શહેરમાં આવેલ રૈયા હિલ વિસ્તારમાં ડ્રીમ સિટી ના રહીશો તેમજ બિલ્ડરો દ્વારા થયેલ દબાણ અંગે લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ 2020 અંતર્ગત ફરિયાદ દાખલ થયેલ તૈયાર બાદ કલેકટર ઓફિસના તલાટી કમ મંત્રી દ્વારા કલેક્ટર ની માલિકી ની જગ્યા ઉપર ટીપી સર્વે નંબર 226 ઉપર જાહેર સૂચના નું બોર્ડ તેમજ જે હુકમ કરેલ તેનું ખુલેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે ડ્રીમ સિટી ના રહીશો તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખુલ્લેઆમ કરી રહ્યા છે.

દાંડિયા રાસનું આયોજન તો આ અંગે પ્રશાસન પાસે કોઈ મંજૂરી લેવામાં આવી છે તેઓ પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે આ અંગે ફરીથી એક બીજી ફરિયાદ રાજકોટ કલેકટર, રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર,પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી તેમજ તલાટી મંત્રીને કરવામાં આવેલ છે એવા તો કયા પરિબળો આ રહીશો પાછળ કાર્યરત છે કે જે ઓ ખુલ્લેઆમ પ્રશાસનના નિયમોના લીરે લીરા ઉડાડી રહ્યા છે લેન્ડ ગેબીંગ જેવા ગંભીર ગુના ની પણ આ લોકોને નથી ડર તેવું પણ લોકોમાં ચર્ચાનો વિષય થઈ રહ્યું છે આ અંગે હવે પ્રશાસન દ્વારા કોઈ કાયદાકીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી હજી પણ ભીનું સંકેલવાના પ્રયાસો કરવામાં આવશે તેવો પણ એક લોક મૂકે ચર્ચાનો વિષય જાગ્યો છે આ અંગે જાગૃત નાગરિક દ્વારા પ્રશાસનને માંગ કરવામાં આવી છે કે આ લોકોની જો હુકમી તેમજ તાનાશાહી સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી અને શિક્ષાત્મક પગલા ભરવા ની માંગણી કરવામાં આવી છે આ અંગેની વધુ વિગતો તેમજ ખુલાસાઓ માટે જોતા રહો CN24 ન્યુઝ…

