જેતપુર તાલુકા પોલીસે પ્રોહીબીશન દારૂના ગુન્હામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી રમેશ ઉર્ફે રામો ચીકુભાઈ હિમરાજભાઈ મિંઢોળીયાને જુનાગઢ જિલ્લાના ચોંકી ગામેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રમેશ ઉર્ફે રામો મિંઢોળીયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીસન દારૂના ગુન્હામાં ફરાર હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
જેતપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એ.એમ. હેરમાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે તાલુકા હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે જાણવા મળ્યું કે, મૂળ રાજકોટના મોટામૌવા, કાલાવડ રોડ પર સુતાવાળીના ઢોરાનો રહેવાસી રમેશ ઉર્ફે રામો મિંઢોળીયા હાલ જુનાગઢ જિલ્લાના ચોંકી ગામે છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.
આ સફળ કામગીરીમાં એએસઆઈ ભુરાભાઈ માલીવાડ, હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ગંભીર અને પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ વાઘેલા સહિતના સ્ટાફના માણસો જોડાયા હતા.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,
