શાપરમાં રહેતાં શૈલેષ પરમાર (ઉ.વ. 32)એ પોતાની પુત્રીની ઉંમરની 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો કર્યો હતો. શાપર પોલીસે તેના વિરૂધ્ધ પોકસો અને દૂષ્કર્મની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

પોલીસે જણાવ્યું કે આરોપી મૂળ ખેડા જિલ્લાના ઠાસરાનો વતની છે. હાલ શાપરમાં કારખાનામાં કામ કરે છે. ગઈકાલે ભોગ બનનાર બાળા જયારે ઓરડીમાં એકલી હતી ત્યારે ત્યાં ધસી ગયો હતો. બાળાને તેણે નિવસ્ત્ર કરી જાતિય હુમલો કર્યો હતો. જેને કારણે બાળાએ બૂમાબૂમ કરતાં પાડોશી આવી પહોંચ્યા હતા.
તેવામાં બજારમાં ખરીદી કરવા ગયેલી બાળાની માતા પણ આવી પહોંચી હતી. બાળાએ પોતાની ભાષામાં આપવીતિ જણાવતાં આ અંગે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ આરોપીને પકડવા જતાં ભાગવા ગયો હતો. જેમાં તેને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર મુક્ત થયા બાદ શાપર પોલીસે અટકાયત કરી હતી. આરોપી પરિણીત છે તેમ પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

