રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર નાઓએ દારૂ-જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે સુચના તથા એલ.સી.બી.આર.આર.ના પોલીસ ઈન્સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહિલ તથા પો.સબ.ઈન્સ. આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલસીબીના એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી, રવિદેવ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિત બકોત્રા તથા પો.કોન્સ પ્રકાશ પરમારને મળેલ હકિકત આધારે શાપર વેરાવળ પાવર હાઉસ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને કુલ રૂ.૮,૪૫,૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી (૧) રાજેશ ઉર્ફે છોટીયો ગેલાભાઈ બાબરીયા ઉવ.૨૪ રહે.શાપર વેરાવળ, પાવર હાઉસ ની બાજુમાં, તા.કોટડા સાંગાણી દબોચી લીધો હતો. જ્યારે બીજો શખ્સ (૨) જયેશ ઉર્ફે ઢીગલી પ્રવીણભાઈ મંડલીક રહે.શાપર વેરાવળ તા.કોટડા સાંગાણી શાની જતા શોધખોળ હાથ ધરી છે.

