RAJKOT : સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર શખ્સની ધરપકડ કરતી ઉદ્યોગનગર પોલીસ

0
41
meetarticle

ગઇ તારીખ ૦૯.૧૨.૨૦૨૫ ના રોજ આ કામના ફરીયાદી રહે.શંકરપુર ગામ, પોસ્ટ-ગંગહારા, થાના-સાહપુર, જિ.પટના, રાજ્ય-બિહાર વાળાએ જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપેલ કે તેની સગીર વયની દીકરીને કોઇ અજાણ્યો ઇસમ લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે, કાયદેસરના વાલીપણામાંથી ભગાડી, અપહરણ કરી લઇ ગયેલ છે. જે અન્વયે જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે.માં ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૩૭(૨) મુજબ ગુનો રજી. કરવામાં આવેલ.

બનાવ સગીર કિશોરીના અપહરણનો હોઇ જેની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર નાઓ દ્વારા તાત્કાલીક ભોગ બનનાર સગીર કિશોરી તથા આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે જેતપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સીમરન ભારદ્વાજ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર ડો. એમ.એમ.ઠાકોર એ જાતેથી તપાસ સંભાળી ભોગ બનનાર સગીર કિશોરીને શોધી કાઢવા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી, પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.ડી.મેતાની આગેવાનીમાં એક ટીમને ઉત્તરપ્રદેશ તથા બહાર રાજ્ય ખાતે રવાના કરેલ હોઇ મજકુર કિશોરીને શોધી કાઢવા સતત ચાર દીવસ સુધી ભોગબનનાર કિશોરી મળી આવે તેવા ઉત્તરપ્રદેશ રાજ્યના, બીહાર રાજ્યના તથા દીલ્હીના સંભવીત સ્થળોએ તપાસ કરી તેના રહેણાંક ગામ શંકરપુર ગામ, પોસ્ટ-ગંગહારા થાના-સાહપુર, જિ.પટના, રાજ્ય-બિહાર ખાતે આવી તપાસમાં હતા. દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.ડી.મેતા તથા પો.હેડ કોન્સ. રીઝવાનભાઈ સિંજાતને હકીકત મળેલ કે, ભોગ બનનાર કિશોરી ટ્રેન મારફતે અમદાવાદ-ગુજરાત તરફ નીકળેલ છે અને અમદાવાદ ખાતે કાલુપુર રેલ્વે સ્ટેશન આવનાર છે. જે હકીકત આધારે, તાત્કાલીક ટીમ અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચીને રેલ્વે પોલીસની મદદ મેળવી ભોગબનનાર કિશોરીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ કામગીરીમાં પીઆઈ ડો. એમ.એમ.ઠાકોર, પીએસઆઈ એલ.ડી.મેતા, એએસઆઈ સંજયભાઇ પરમાર, વલ્લભભાઇ બાવળીયા, તથા હેડ.કોન્સ રીઝવાનભાઇ સિંજાત, વાસુદેવસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ, અજયભાઇ રાઠોડ, સમીરભાઇ બારોટ, પો.કોન્સ ચેતનભાઇ ઠાકોર, સંજયભાઇ પરમાર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here