વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે ‘સેલ્ફી’ લેવાનો ક્રેઝ એક ગંભીર મનોવૈજ્ઞાાનિક સ્થિતિનું રૂપ ધારણ કરી રહ્યો છે. આ વિષયની ગંભીરતાને સમજીને સૌરાષ્ટ્ર યુનિવસટીના મનોવિજ્ઞાાન ભવનની બે વિદ્યાથનીઓ અને પ્રોફેસરો દ્વારા એક વિશેષ ‘સેલ્ફીટીસ મનોવૈજ્ઞાાનિક પ્રશ્નાવલી’ તૈયાર કરવામાં આવી છે, જેને ભારત સરકાર દ્વારા અધિકૃત રીતે કોપીરાઈટ આપવામાં આવ્યા છે.

મનોવિજ્ઞાાન ભવનની વિદ્યાથનીઓ દ્વારા ડો. જોગસણ અને ડો. દોશીના માર્ગદર્શન હેઠળ આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ કસોટી મુખ્યત્વે 800 લોકો પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને અને વિવિધ મનોવૈજ્ઞાાનિક પાસાઓને ધ્યાને રાખીને વિકસાવવામાં આવી છે. તેમના મતે આ આદત પાછળ આત્મવિશ્વાસનો અભાવ, સામાજિક સ્પર્ધામાં આગળ રહેવાની હોડ, એકલતા કે તણાવ દૂર કરવાનો પ્રયાસ અને પોતે લક્ઝરી જીવન જીવે છે તેવું દેખાડવાની વૃત્તિ જવાબદાર હોય છે. સેલ્ફી લેવી એ કોઈ ગુનો નથી, પરંતુ જ્યારે તે વ્યક્તિના કાબૂ બહાર જાય અને જીવન જોખમાય તેવી સ્થિતિ ઉભી કરે ત્યારે તે ચિંતાનો વિષય બને છે.

