RAJKOT : સૌરાષ્ટ્રમાં સબ સ્ટેશનોને ટાર્ગેટ કરતી આંતરજિલ્લા ગેંગ પકડાઈ: રાજકોટ LCB એ ૫ શખ્સોને દબોચી ચોરીના ચાર ગુના ઉકેલ્યા

0
14
meetarticle

રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. (LCB) ની ટીમે ટેકનોલોજી અને બાતમીદારોના સહારે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વીજ સબ સ્ટેશનોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પાટણવાવ પાસે આવેલા જેટકો જી.ઈ.બી. ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં ગત ૫ જાન્યુઆરીએ થયેલ ₹૧.૧૭ લાખના ત્રણ રીએક્ટરની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે E-GujCop અને pocket-Cop ની મદદથી વાહનની ઓળખ કરી પાટણવાવના મોટીમારડ ગામ પાસે વોચ ગોઠવી ૫ રીઢા તસ્કરો અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને કુલ ₹૩,૧૪,૦૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.


​પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સબ સ્ટેશનોમાં પણ ત્રાટકી હતી. આરોપીઓએ પાટણવાવ ઉપરાંત રીબડા ગામેથી કોપર વાયર, જૂનાગઢના ચોકી ગામ પાસેના સબ સ્ટેશનમાંથી બે રીએક્ટર અને અમરેલીના સારંભડા ગામેથી પણ રીએક્ટરની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આરોપીઓ પાવર બેંકના રીએક્ટરના કેબલ કટરથી કાપી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક ઇકો કાર, મોબાઈલ ફોન અને ચોરી કરવાના સાધનો જપ્ત કર્યા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય ૪ ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here