RAJKOT : શાપર વેરાવળમાં વિદેશી દારૂ સાથે પકડાયેલ રાજકોટના બુટલેગરને પાસામાં ધકેલાયો

0
84
meetarticle

શાપર-વેરાવળમાં વિદેશી દારૂ સાથે પકડાયેલ રાજકોટના બુટલેગરને રૂરલ પોલીસે પાસા તળે જેલમાં ધકેલી દીધો હતો. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ અસામાજીક પ્રવળત્તિ કરતા ઈસમો સામે અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અન્વથે એલ.સી.બી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ. સી.બી શાખા પો.સબ ઇન્સ.એચ.સી.ગોહિલ તથા આર.વી.ભીમાણી તથા સ્ટાફે શાપર વેરાવળ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનના ગુના આચરતા મેઘરાજભાઇ કનુભાઇ પટગીર રહે. રાજકોટ, ખોખડદળ પુલ પાસે, જડેશ્વર શેરી નં.૩, કોઠારીયા રોડ રાજકોટ સામે પાસાની દરખાસ્ત કરતા જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશએ આ દરખાસ્ત મંજુર કરી પાસાનું વોરંટ ઇસ્યુ કરતા રૂરલ એલસીબીએ ઉકત શખ્સને પકડી પાડી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો. પકડાયેલ મેઘરાજ સામે શાપર તથા રાજકોટમાં દારૂના ૬ ગુન્હાઓ નોંધાયા છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીના, એલ.સી.બી.ના, એએસઆઈ બાલકળષ્ણભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, રવિદેવભાઈ બારડ, બ્રીજરાજસિંહ જાડેજા, વકારભાઈ અરબ, રોહિતભાઇ બકોત્રા તથા હેડ.કોન્સ રસીકભાઈ જમોડ, ધનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, દિલીપસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here