ગુજરાતના મોટા ભાગના જિલ્લા દૂધ સંઘોમાં સંચાલકો દ્વારા ખરીદી-મરામત અને નોકરીની ભરતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવતા રહ્યા છે, દુધના ભાવના અભાવે પશુપાલકો પરેશાન છે, દુધ સંઘોના મનસ્વી સંચાલન સામે રાજ્ય સરકાર મૌન અને અનેક કિસ્સામાં તો રાજ્ય સરકાર ખુદ ફરિયાદી છે. એવા અનેક સમસ્યાઓથી પશુપાલકો પરેશાન છે.
મોટા ભાગમાં જીલ્લા દૂધ સંઘોના વહીવટમાં પરિવારવાદ સૌથી મોટું દુષણ છે અને તેના કારણે પશુપાલકોને અપૂરતા ભાવ ન મળવાથી આર્થિક શોષણ થઈ રહ્યુ છે
ભાવનગર – બોટાદ જીલ્લા દૂધ સંઘોમાં દસકાઓથી એક વ્યક્તિ પરિવારની આપખુદશાહીથી વહીવટ ચાલી રહ્યો છે, તેમના ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિક અને દુધ સંઘોના સભાસદો અનેકવાર રજુઆતો કરી રહ્યા છે ઉપરાંત તેમના ઉપર સરકારી રાહે કોર્ટમા તપાસ ચાલી રહી છે.છતા રાજ્ય સરકાર તરફથી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી.
આવા અનેક દૂધ સંઘોમાં સંચાલકો ગાયને જેમ ઇતરડીઓ ચોંટીને ગાયનું લોહી ચૂસે તેમ આ સહકારી સંસ્થાઓનો કબજો મેળવીને પશુપાલકોમાં ભોગે નિર્ભયપણે આર્થિક ઉપાર્જનનું સાધન માની બેઠા છે..
રાજ્ય સરકાર સામે અનેક રજૂઆતો અને ફરિયાદો થયેલ છે છતાં આવા જિલ્લા સહકારી દૂધ સંઘના સંચાલકોને હટાવી શકતી નથી કે નથી દૂધ સંઘોમા થતા ભ્રષ્ટાચારને નશ્યત કરી શકતી..
આમ જ્યારે રાજ્યમાં મોટાભાગના જીલ્લા દૂધ સંઘોના સભાસદ પશુપાલકો અને દૂધ મંડળીઓના સંચાલકો અનેક રીતે પરેશાન છે ત્યારે રાજકોટ જીલ્લા ડેરીએ પોતાના વહીવટમાં પશુપાલકોનો નવો વિશ્વાસ ભર્યો છે..અને છેલ્લા ચાર વર્ષમાં ₹60 કરોડના ભાવફેર સાથે 5 વર્ષમાં વિક્રમી નફો કર્યો છે અને ₹4Cr થી ₹80Cr (1900%) નો વિક્રમી વધારો કરીને ગુજરાતના તમામ જીલ્લા દૂધ સંઘને એક આદર્શ પૂરો પડ્યો છે. જેનો ખેતી ખેડૂત અને ગામના વિકાસને ઇચ્છતા મારા જેવા આગેવાન ગર્વ લઈ શકે છે.
રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયાના નેતૃત્વના ચાર વર્ષમાં અભૂતપૂર્વ ભાવફેર આપવામાં આવતા પશુપાલકોના વ્યવસાયને પ્રોત્સાહન સાથે નવી તાકાત મળશે.
રાજકોટ જીલ્લા ડેરીની વિશેષ ઉપલબ્ધિઓ અને સાહસ :
દૂધ ખરીદ ભાવમાં ₹202 પ્રતિ કિલો ફેટનો વધારો.
52 ભેળસેળ કરનારી દૂધ મંડળીઓ કાયમી બંધ કરાવી.
દેશમાં સૌપ્રથમ Micro ATM દૂધ મંડળીમાં..
પશુપાલકો માટે ₹10 લાખનો અકસ્માત વીમો.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત ભાવફેરની રકમ સીધી ખાતામાં.
કર્મચારીઓને સૌપ્રથમ 150% બોનસ તથા સમયસર બઢતી.
આ તમામ સિદ્ધીઓ, ઉપલબ્ધિઓ અને સાહસ માટે રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું..
દેશ અને દુનિયાને દૂધના સહકારી માળખાની ભેટ આપનાર કોંગ્રેસ પક્ષ છે, અને દેશમાં શ્વેત ક્રાંતિની સફળતા દેશના પશુપાલકો માટે પેઢીઓ સુધી આર્શિવાદ સમાન બની રહી છે, આમ કોંગ્રેસ પક્ષનો એક માત્ર ઉદ્દેશ રહ્યો છે કે દેશના વિકાસમાં ખેડૂત અને પશુપાલકો મહત્વના છે માટે રાજ્યના તમામ જિલ્લા દૂધ સંઘોનો વહીવટ પશુપાલકોના ઉસ્થાન માટે ભ્રષ્ટાચાર મુક્ત – પારદર્શક રીતે થાય..
મનહર પટેલ
પ્રવકતા,ગુજરાત કોંગ્રેસ


