જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવી ફરીયાદીએ જાહેર કરેલ કે, તેઓ જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના નાજાવાળાપરા વિસ્તારમાં SIR અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી કરવા માટે આરોપીના ઘરે ફરીયાદીશ્રી તેની ટીમની સાથે ગયેલ હતા તે વખતે આરોપી પોતાના ઘરે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં હોય અને ફરીયાદીશ્રીની સાથે અસભ્ય વર્તન કરેલ હોવાની જાહેરાત કરેલ હતી.

જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી દ્વારા સોંપવામાં આવતી કામગીરીમાં વીક્ષેપ ઉભો કરનાર ઇસમને તાત્કાલીક શોધી કાઢવા માટે સુચના કરેલ હતી. જે અંગે અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમાર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત બનાવના આરોપીને તાત્કાલીક શોધી કાઢવા સુચના કરેલ હતી. જેથી જેતપુર સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આરોપીની તપાસમાં આરોપીના ઘર પાસે જતા એક ઇસમ જાહેર રોડ ઉપર લથડીયા ખાતો બકવાસ કરતો મળી આવેલ હતો. જે આરોપીનું નામ ઠામ પુછતા અશ્વિન ઉર્ફે પપ્પી વલ્લભભાઇ ભાખોતરા, રહે. નાજાવાળા પરા, જેતપુર વાળો હોવાનું ત્રુટક ત્રુટક શબ્દોમાં જણાવેલ. અને મજકુર ઇસમને ચેક કરતા કેફી પ્રવાહી પીધેલની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરકાર તરફે ફરીયાદ આપી, આરોપીને લોકઅપમાં પુરી દેતી જેતપુર સીટી પોલીસ.
Repoter : સુરેશ ભાલીયા જેતપુર

